લે કચુકો લે / કાયદાના ધજાગરા ઉડાવતી પોરબંદરની યુવતી રિવોલ્વર લઈને નીકળી, પોલીસે કર્યું એવું કે બધી હવા નીકળી ગઈ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

હાથમાં રીવોલ્વર સાથે એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. આ વીડિયો પોરબંદર જિલ્લાનો હોવાનો અને દ્વારકા-સોમનાથ હાઈવે પર શુટ કરાયો હોવાની ચર્ચા છે. વાઈરલ વીડિયોમાં દેખાતી યુવતીના રીવોલ્વર સાથે કુલ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વિડીયોમા દેખાતી યુવતી તેમજ સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયોમા જોવામા આવતા હથીયાર બંન્ને બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે,રીવોલ્વર સાથે વાયરલ વિડીયોમા જોવામા આવતી યુવતી પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતી અંજલી ચાવડા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ દ્વારા આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પુછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, આ યુવતીએ પોતે જ આજથી નવેક મહિના પહેલા આ વિડીયો બનાવીને સોશ્યલ મિડીયામાં ફોલોવર્સ વધારવા માટે આ વિડીયો ઇન્સ્ટાગ્રામમા પોસ્ટ કર્યો હતો. વિડીયોમા યુવતિની પાસે જે રીવોલ્વર જોવા મળી રહી છે તે પોતાના સબંધી પ્રફુલ મકવાણાએ વિડીયો બનાવવા માટે આપી હતી. હકીકત જણાવતા પોલીસ દ્વારા આ બન્ને વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં હાલ એક પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં યુવતી પોતાના હાથમાં રીવોલ્વર સાથે કાર પાસેથી આવતી જોવા મળી રહી છે. જ્યારે અન્ય એક વીડિયો પર રીવોલ્વર સાથે જ બનાવવામાં આવ્યો છે.

વાઈરલ વીડિયોમાં દેખાતું હથિયાર લાયસન્સ વાળું છે કે નથી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. આ વીડિયો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ વિગતો સામે આવી શકે છે. આ રીતે વીડિયો બનાવવાના હેતુનો પણ ખુલાસો થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજનો યુવા ફેમ પ્રાપ્ત કરવા માટે એવી વિચિત્ર હરકતો કરે છે કે જેના કારણે ઘણીવાર તેના વાલીને ચિંતાજનક સ્થિતિમાં મુકાવું પડે છે. વૈત્રાનિક કે સારા ડોક્ટર, કોઇ સારા અધિકારી કે સમાજ માટે કંઇક સારુ કરીને નામના મેળવવાના બદલે સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા માટે યુવાનો આવા નાટક કરતા હોય છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/31/18-porbandar-virul-video-bharat_1648742531/mp4/v360.mp4 )

થોડા હજાર ફોલોઅર્સ થયા બાદ આ લોકો પોતાની જાતને ઇન્ફ્લુએન્સર ગણાવતા હોય છે. આવા ઇન્ફ્લુએન્સર વધી જવાના કારણે યુવાનો પણ આવા જ યુવાનોથી ઇન્ફ્લુએન્સ થઇને આવા વિવાદિત અનેક યુવાનોએ વીડિયો બન્યા છે. આવા વીડિયો બનાવીને તેઓ કાંઇ પ્રાપ્ત નથી કરી શક્યા ઉપર જતા જેલની હવા ખાધી તે અલગ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.