આલે લે / સાથે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, પછી પોલીસે આરોપીની ધરપકડ કરી એવો હાલ કર્યો કે…..

રાજકોટ ટોપ ન્યૂઝ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં એક ખાનગી પેઢીમાં નોકરી કરતી યુવતી પર તેના સાથે કર્મચરીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું અને યુવતી ગર્ભવતી બની હતી.

વાસના કોઈ પણ વ્યક્તિને અંધ બનાવી શકે છે અને તેના કારણે પોતાની કારકિર્દી પણ દાવ ઉપર લાગી શકે છે. આવીજ એક ઘટના ઉપલેટાના ભાયાવદરમાં બની છે. જ્યાં સાથી કર્મચારીએ યુવતીને લગ્નની લાલચ આપીને તેની ઉપર દુષ્કર્મ અને બળાત્કાર કર્યો હતો. હવે આરોપીએ જેલની હવા ખાવાનો વારો આપ્યો છે.

રાજકોટ જિલ્લાની ઘટના : રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં એક ખાનગી પેઢીમાં નોકરી કરતી યુવતી પર તેના સાથે કર્મચરીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું અને યુવતી ગર્ભવતી બની હતી. હવે સમગ્ર મામલાની જાણ યુવતીના પરિવારને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે.

શું છે ઘટના? : ભાયાવદરમાં એક ખાનગી પેઢીમાં આરોપી મુકેશ બાબુભાઈ રાઠોડ નામનો વ્યક્તિ અને પીડિત યુવતી બંને સાથે નોકરી કરતા હતા. બંને એકબીજાને ઓળખતા હતા. જોવા જઈએ તો પીડિત યુવતીને મુકેશ સાથે કુણા સબંધો બંધાઈ ગયા હતા. આ લાગણીનો લાભ લઈને આરોપી મુકેશે યુવતીને લગ્ન કરવા માટેનો કોલ આપ્યો હતો અને યુવક મુકેશ યુવતી સાથે જલ્દી લગ્ન કરી લેશે તેવી લાલચ આપી હતી અને આ લાલચનો લાભ લઈને મુકેશ યુવતીને એકાંતમાં લઈ ગયો હતો અને પછી યુવતી સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યો હતો. જોવા જઈએ તો મુકેશે યુવતી ઉપર બળાત્કાર કર્યો અને પછી છોડી દીધી હતી.

યુવતીએ પોતાની આબરૂ જવાની બીકે આ વાત કોઈને કહી ન હતી પરંતુ આ ઘટનાને દોઢ માસ જેવો સમય થઇ જતા યુવતીની તબિયત લથડી હતી. જયારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે છેતરપિંડીનો ભોગ બનનાર યુવતી ગર્ભવતી છે.

યુવતી ગર્ભવતી હોવાની જાણ તેના પરિવારને થતા યુવતીએ સંપૂર્ણ હકીકત જણાવી હતી અને જેના પગલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભાયાવદર પોલીસે ગણતરીના દિવસમાં જ આરોપી મુકેશને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.