બસ બ્લાસ્ટમાં આગનું સાચું કારણ આવ્યું સામે / સુરતમાં બસમાં આગ મામલે FSLના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ મૃતક મહિલાના પતિનો દાવો સાચો પડ્યો

ટોપ ન્યૂઝ સુરત

વરાછામાં બસમાં આગ મામલે FSLના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, મૃતક મહિલાના પતિનો દાવો સાચો પડ્યો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરા બાગ સર્કલ પર તાજેતરમાં જ ઘટેલી ગમખ્વાર ઘટનામાં એક યુવા જોડી ખંડિત થઇ. લગ્નની મધુરજની માણી પરત આવી રહેલા નવ યુગલ સાથે એવી કરુણા સભર ઘટના ઘટી કે ઘડીના છઠ્ઠા ભાગમાં નવ યુગલ એક મેકથી અલગ થઇ ગયું. ફરીને પરત પોતાના વતન જઈ રહેલા દંપતીને બસમાં ફાટી નીકળેલી અચાનક આગે લપેટમાં લઇ લીધા, જીવ બચાવવા બારીમાંથી કૂદેલા પતિનો તો ચમત્કારિક બચાવ થયો , પરંતુ પત્ની બારીમાંથી બહાર ના આવી શકી. અને હજુ તો હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉતાર્યો ત્યા જ બસની ભડ ભડતી અગન જ્વાળાએ તેણીના જીવનના ઓરતા રાખમાં પલટી નાખ્યા હતા.

બસની આગમાં મહિલાનુ મોત નિપજ્યુ હતું
હીરાબાગ સર્કલ પાસે GJ04 AT 9963 નંબરની રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. બસમાં 12 પેસેન્જર બેસાડાયા હતા, તેના બાદ બદ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર 32 વર્ષ) ચાલુ બસમાઁથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર 30 વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈહતી. જેથી તે આગમા જ મોતને ભેટી હતી.

બસમાં કતારગામથી જે પાર્સલો ચઢાવવામાં આવ્યા હતા તેમાં હાઇડ્રોક્લોરિક એસિડની સાથે પેરાલિક એસિડની બાટલીઓ પણ હતી. તેનાથી એફએસએલના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પેરાલિક એસિડ પુટ્ઠા પર કે કાગળ સાથે જોરથી અથડાય ત્યારે ધુમાળો નીકળે છે અને તેની સાથે અન્ય કેમિકલ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ભળે એટલે આગ લાગવાની સાથે ધડાકો થાય છે. પેરાલિક એસિડની સાથે જ હાઇડ્રોક્લોરિક એસિડની બાટલીઓ પણ હતી.

ઉપરાંત બસમાં સેનિટાઇઝરના પાર્સલો પણ હતા. તેથી એફએસએલ એવા તારણ પર આવ્યું છે કે, પેરાલિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીક થઈને એક થયા અને તેના કારણે આગ લાગી હતી. જોકે સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એફએસએલએ સોમવારે બસમાંથી વધુ સેમ્પલ લીધા છે. 

સુરતના બસ આગ દુર્ઘટનામાં બસમાં આગ લાગવાનું કારણ આખરે સ્પષ્ટ થયુ છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલ હતા. પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હતી. FSL એ વધુ સેમ્પલ લઈને તપાસ કરી હતી. જેમાં માલૂમ પડ્યુ કે, પેરાલિક-હાઇડ્રોક્લોરિક એસિડ અને સેનેટાઈઝર મિક્સ થતા ધડાકો થયો હતો. આ મામલે રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.

બસમાં પાર્સલ હતા
બસમાં લાગેલી આગનું ખરુ કારણ જાણવા સુરત પોલીસ તપાસ કરી રહી છે. જેના માટે બસના સેમ્પલ એફએસએલની ટીમને મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલો હતા, જેને કારણે આગ લાગી હતી.

એફએસએલના રિપોર્ટમાં સામે આવ્યું કે, હાઇડ્રોક્લોરિક એસિડની સાથે પેરાલિક એસિડની બાટલીઓ પણ હતી. પેરાલિક એસિડ પુટ્ઠા પર કે કાગળ સાથે જોરથી અથડાય ત્યારે ધુમાળો નીકળે છે અને તેની સાથે અન્ય કેમિકલ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ભળે એટલે આગ લાગવાની સાથે ધડાકો થાય છે. આવુ જ તે સમયે થયુ હતું. પેરાલિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીક થઈને એક થયા અને તેના કારણે આગ લાગી હતી.

દુર્ઘટનામાં સખ્ત દાઝી ગયેલા અને પત્ની ગુમાવી ચુકેલા વિશાલે સારવાર દરમિયાન જ કહ્યું કે, બસમાં જવલનશીલ પદાર્થ ભર્યા હતા તેના પરિણામે આગ લાગી હતી. હવે વિશાલનો દાવો પહેલા રીપોર્ટમાં સાચો સાબિત થયો છે.

હાલ એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એકવાર રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.