BREAKING NEWS / ગુજરામાં ત્રીજી લહેરની તૈયારી વચ્ચે સરકારની મોટી જાહેરાત, જુઓ 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઈને સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાના કેસો બાદ સરકાર એલર્ટ બની ગઈ છે, જેથી કોરોનાની ગાઈડલાઈન્સનો કડક અમલ માટે રાજ્યના આરોગ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્વર્ણિમ સંકુલ-1માં પ્રેસ-કોન્ફરન્સ કરીને કોરોના સંદર્ભે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક મહિનામાં 3 હજારથી વધુ કેસ વધ્યા છે. જેના કારણે 1.10 લાખ બેડની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 15900 ICU બેડ છે, જ્યારે 7800 વેન્ટિલેટર છે. ઓમીક્રોનના કેસ વધ્યા પણ મોટા ભાગના એસિમ્પટોમેટિક છે. હાલના કેસોમાં સિવિયારીટી ઓછી જોવા મળે છે જે ખૂબ સારી વાત છે. આ મહિને 18 લાખથી વધુ ટેસ્ટ થયા છે. જેમાં 0.79% પોઝિટિવિટી રેટ છે.

રાજ્યમાં કોરોના રસીકરણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની SOP ગાઈડલાઈન 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. જેમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રિત હોવાનું જણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું છે કે વાઈબ્રન્ટ સમિટમાં પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન થશે. તમામ કર્મચારીઓના RT PCR ટેસ્ટ થશે. આર્થિક ગતિ માટે વાઈબ્રન્ટ સમિટ જરૂરી હોવાનું જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. ત્યારે આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરી છે. મંત્રીએ રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં હાલ આપણી પાસે 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે.

બીજી બાજુ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનના 97માંથી 41 દર્દીઓને રજા આપી આપી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન્સ, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે.

આ નિયંત્રણો યથાવત રહેશે
8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે, રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું, 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે, લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું
હાલ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ક્યારે ક્યારે કર્ફ્યૂનો સમય બદલાયો?
બીજી લહેરના સમયે, એટલે કે એપ્રિલમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ મે મહિનામાં કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપીને 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કર્ફ્યૂ કર્યો હતો. ત્યાર બાદ કોરોના હળવો થતાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી, જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. દિવાળી તહેવારો નજીક આવતાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.

કેબિનેટ બેઠકમાં કોરોના, વાઇબ્રન્ટ અને નિયંત્રણો અંગે થઈ હતી ચર્ચા
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન્સ, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.

મહામારી સામે લડવા માટેના ફંડ મામલે રાજ્યના નાણાંમંત્રી દિલ્હીમાં
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રિ-બજેટ બેઠકમાં ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ પણ સામેલ થયા છે. દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે આગામી બજેટના આયોજન માટે આ મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં મહામારી સામે લડવા વધુ ફંડની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં ઓમિક્રોનના 97 કેસ
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 29મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

અત્યારસુધીમાં 8. 31 લાખથી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં 29 ડિસેમ્બરના રોજ કોરોનાના 548 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં 8 લાખ 31 હજાર 462ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 116 પર પહોંચ્યો છે તેમજ અત્યારસુધીમાં 8 લાખ 18 હજાર 487ની દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1902 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1891 દર્દીની હાલત સ્થિર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.