કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળે ચચાણા મુકામે પહોંચી પરિવારજનોને દિલાસો આપ્યો, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી.
ધંધૂકા હત્યા મામલે અલ્પેશ ઠાકોર ચચાણા કિશનભાઇનાં પરિવારજનોને સાંત્વના આપવા આવ્યા હતા. ઠાકોર સેના- પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની ઢીંગલીને આર્શીવાદ રૂપી રૂ. 1 લાખ આપ્યા હતા.
ધંધૂકા હત્યા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સહિતના પ્રતિનિધિમંડળે ચચાણા મુકામે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તાકીદે ન્યાયિક તપાસની સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
જ્યારે કિશન ભરવાડ હત્યાકેસમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં પણ પરિવારજનોને સાંત્વના આપવા પહોંચતાં પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા નામના યુવાન પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.
6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મૂકી હતી, જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે.
અલ્પેશ ઠાકોરે શેરગઢની ઈજાગ્રસ્ત યુવતીની પણ મુલાકાત લીધી હતી
ધંધૂકાની મુલાકાત પહેલાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર થયેલા હુમલાને લઈ મહેસાણાની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીની મુલાકાત લઈ જણાવ્યું હતું કે ‘દીકરીઓ માટે મને નમાલી રાજનીતિ નથી આવડતી. દીકરીઓ માટે તલવાર પણ ઉપાડવી પડે તો હું તૈયાર છું.’
અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી થવી જોઇએ: અલ્પેશ ઠાકોર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે બનાવ બન્યો એને હું વખોડું છું. એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, દીકરીને ધાકધમકીઓ પણ મળતી હતી કે ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવાં જે કોઈ અસામાજિક તત્ત્વો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીકરીઓ માટે જો તલવાર ઉપાડવી પડે તો એ ઉપાડવા પણ હું તૈયાર છું. અસામાજિક તત્ત્વો સુધારવા માટે જેની જે ભાષા હોય એ ભાષામાં હું જવાબ આપવા પણ તૈયાર છું.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અસામાજિક તત્ત્વો બિનધાસ્ત ફરી રહ્યા છે, તેમને સરેઆમ ચોક પર વીંધવા જોઈએ. આવાં તત્ત્વોના સરઘસ કાઢવા જોઈએ. તો જ આવાં અસામાજિક તત્ત્વો ડરશે અને આવા બનાવો અટકશે. બેન- દીકરીઓ માટે મને આવી નમાલી રાજનીતિ નથી આવડતી. રાજનેતાઓને આવાં અસામાજિક તત્ત્વોને જવાબ આપવા વિનંતી કરૂ છુ. બેન-દીકરોની સુરક્ષા માટે તત્ત્વો જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપવો જોઈએ.
શું હતો રાધનપુરનો મામલો
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખસે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. એ મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જ્યારે આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!