ગઈકાલે પણ જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ બધાની વચ્ચે એવી અફવા વહેતી થઈ હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી દેશ છોડીને જતા રહ્યા છે. ત્યારે વ્લોદિમિર જેલેંસ્કીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો સંદેશ બહાર પાડીને કહ્યું હતું કે હું, મારો પરિવાર અને મારી ટીમ યુક્રેનમાં જ છીએ. અમે ક્યાંય જવાના નથી.
વ્લોદિમિર જેલેંસ્કીએ આજના સંદેશામાં શું કહ્યું હતું….
બધાને, ગુડ ઈવનિંગ. પાર્ટીના તમામ નેતાઓ અહીં છે. રાષ્ટ્રપતિની ઓફિસની ટીમના ટોચના નેતાઓ અહીં છે. વડાપ્રધાન ડેનિસ શ્મિહા પણ અહીં છે. યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસ આ રહી. તમારા રાષ્ટ્રપતિ અહીં જ છે. આપણી સ્વતંત્રતાને બચાવવા માટે અમે બધા અહીં જ છીએ. યુક્રેનના બચાવનાર દરેક રક્ષક માટે અમને ગૌરવ છે.
ગઈકાલે પણ જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકિય નુકસાન પહોંચાડવા માંગે છે. ઝેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે…
“The president is here.” President Volodymyr Zelensky of Ukraine posted a video on social media showing him standing alongside other government officials, saying that the country’s leaders had not fled Kyiv as Russian forces entered the city. https://t.co/VPxc01QGAG pic.twitter.com/F91xlEp7we
— The New York Times (@nytimes) February 25, 2022
રશિયા મને ખતમ કરી દેવા માંગે છે
જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે. પરંતુ અમે ડરીશું નહીં. અમને કોઈ વાતનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમને અમારો દેશ બચાવવામાં ડર નથી, અમને રશિયાનો ડર નથી, અમે રશિયા સાથે વાતચીત કરવામાં પણ નથી ડરતાં.
રશિયા-યુક્રેન યુદ્ધ લાઇવ(LIVE) અપડેટ
– રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવમાં ઘુસી ચુકી છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી ખુદ રક્ષાની જવાબદારી સંભાળી રહ્યાં છે. કિવમાં રાષ્ટ્રપતિ ખુદ સેનાને નિર્દેશ આપી રહ્યાં છે.
– કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ યુક્રેનથી બહાર કઢાયેલા ભારતીયોનેલેવા જશે. તે બુખારેસ્ટથી મુંબઈ સુધી એર ઈન્ડિયાના વિમાન AI 1944 થી જશે.
– રશિયાના હુમલા પર યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેને કહ્યું કે, તેણે રશિયાના IAl-76 એરક્રાફ્ટને ઉડાવી દીધું છે. આ સાથે કિવ એવેન્યૂમાં યુક્રેને રશિયાના હુમલાને નિષ્ફળ કર્યો છે.
રશિયન સૈનિકોએ શુક્રવારે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો. આ હુમલાઓને કારણે સરકારી ઈમારતો નજીક ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો ગુંજી ઉઠ્યા હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની સંભાવના વધી ગઈ છે, જ્યારે તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. યુદ્ધમાં સેંકડો જાનહાનિના અહેવાલો વચ્ચે કિવમાં ઇમારતો, પુલો અને શાળાઓની સામે ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાઓ પણ બની છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વર્તમાન યુક્રેનની સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના સંકેતો પણ વધી રહ્યા હતા.
વિશ્વના નકશાને ફરીથી આકાર આપવા અને રશિયાના શીત યુદ્ધના પ્રભાવને પુનઃસ્થાપિત કરવા માટે તે પુતિનનું સૌથી મોટું પગલું છે. જો કે આ યુદ્ધમાં હજુ એ સ્પષ્ટ નથી થયું કે યુક્રેનનો કેટલો હિસ્સો હજુ પણ તેના કબજામાં છે અને કેટલો ભાગ રશિયાના કબજામાં છે. દરમિયાન, ક્રેમલિને વાટાઘાટો કરવા માટે કિવની ઓફર સ્વીકારી લીધી છે, પરંતુ તે યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકી પ્રત્યે ઉદાર હોવાનું જણાય છે, અને આ મામલાના રાજદ્વારી ઉકેલની શોધમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!