લોલીપોપ આપે છે કે શું? / પેહલા ભાવ વધારો હવે ઘટાડો, જાણીલો પ્રતિ કિલોના CNG ના નવા ભાવ

ગુજરાત ટોપ ન્યૂઝ

CNG ના વાહન ચાલકો માટે સારા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છેે. બહુ લાંબા સમય બાદ CNG ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણીએ CNG માં 03.38 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અદાણીએ CNG ના ભાવમાં પ્રતિ કિલો 03.38 રૂપિયા ઘટાડી દીધા છે.

પહેલા 87.38માં પ્રતિ કિલો મળતો હતો ભાવમાં ઘટાડો થતાં આ CNG ગેસ હવે પ્રતિ કિલો 83.90 રૂપિયામાં મળવા પાત્ર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોંઘવારીના માર વચ્ચે લોકોને મોટી રાહત મળી છે. અદાણી દ્વારા CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થઇ ગયો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અદાણી CNG ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. સતત ભાવ વધારા પછી હવે CNG ના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જેથી વાહનચાલકોના ખિસ્સાને થોડી-ઘણી રાહત મળશે. CNG નો નવો ભાવ આજથી લાગુ થશે. CNG સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાની સપાટીએ પહોંચી ગયા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી CNG તરફ વળ્યા હતા. પરંતુ CNG નો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા CNG વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. ત્યારે ફરી એક મોટી રાહત મળી છે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવમાં ઘટાડો થતા જનતાને થોડી રાહત થશે. વાહન ચાલકોને આ ભાવ ઘટાડાથી મોટી રાહત થશે. તેમને કરવા પડતા ખર્ચમાં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો થઈ જશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.