આ શેરમાં આવ્યો જોરદાર ઉછાળો / 6 મહિના પહેલા 20 રૂપિયા ભાવનો શેર આજે 600નો છે, જુઓ 1 લાખની સામે 30 લાખ રૂપિયા મળ્યા

બિઝનેસ

સ્ટોક માર્કેટ એવું પ્લેટફોર્મ્ છે જે તમને કોઇક વાર અણધારી કમાણી કરાવી આપે કયાંતો અણધાર્યું નુકશાન પણ કરાવી દે. આજે તમને એક એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરવી છે જેણે માત્ર 6 મહિનામાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેમણે 6 મહિના પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયા હતા તેમના આજની તારીખે 30 લાખ રૂપિયા થઇ ગયા છે. કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય શેરબજારો તેજીની ઉંચાઇએ પહોંચવામાં સફળ રહ્યા છે તેમાં કેટલાંક શેરોને પણ હાઇ જમ્પ મારવામાં સફળતા મળી છે.

અમે જે મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યા છે તેનું નામ છે રઘુવીર સિન્થેટિક્સ. આજથી 6 મહિના પહેલાં રઘુવીર સિન્થેટીક્સના શેરનો ભાવ 20 રૂપિયા હતો, જે આજે 600 રૂપિયા પર પહોંચી ગયો છે. એ રીતે જોઇએ તો માત્ર 6 મહિનાના ટુંકાગાળામાં શેર 30 ગણો વધી ગયો છે. છેલ્લાં 1 સપ્તાહની જ વાત કરીએ તો 494 રૂપિયા પર ચાલતો આ શેર 600 રૂપિયાના લેવલે પહોંચી ગયો. એક જ સપ્તાહમાં 21.5 ટકા જેટલો ગ્રોથ જોવા મળ્યો. છેલ્લાં 5 બિઝનેશ ટ્રેડીંગમાં આ શેરમાં 5 ટકાની ઉપલી સર્કીટ લાગેલી છે.

રઘુવીર સિન્થેટીક્સના શેરની એક મહિના પહેલાંની વાત કરીએ તો મહિના પહેલાં 216 રૂપિયાનો શેર 600 રૂપિયા થઇ ગયો. મતલબ કે માત્ર મહિનાં જ 175 ટકા વૃધ્ધિ જોવા મળી. 6 મહિનાની વાત કરીએ તો લગભગ 2900 ટકા જેટલો શેર વધી ગયો છે.

રઘુવીર સિન્થેટીક્સના શેરમાં જેમણે સપ્તાહ પહેલાં જ જો 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમને આજની તારીખે 1.21 લાખ રૂપિયા મળે છે. મતલબ કે એક વીકમાં 21000 રૂપિયાની કમાણી. મહિના પહેલાં જેમણે આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે તેમને 2.75 લાખ મળે છે, મતલબ કે મહિનામાં 1.75 લાખ રૂપિયાની કમાણી અને જેમણે 6 મહિના પહેલાં 1 લાખ રૂપિયા રોક્યા હશે તેમને આજે 30 લાખ રૂપિયા મળે છે.

6 મહિનામાં 29 લાખ રૂપિયાની કમાણી. આટલી માતબર કમાણી કોઇ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટમાં મળી શકે નહી. જો કે ઘણી વખત આવા પ્રકારના મલ્ટીબેગર સ્ટોકસમાં મોટાભાગનું હોલ્ડીંગ્સ પ્રમોટર્સ પાસે જ હોય છે, એવા સંજોગોમાં એકદમ જૂજ રોકાણકારોને જ ઉછાળોના લાભ મળતો હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.