શરદી, ઉધરસથી લઈને ગેસ સુધીની તકલીફમાં રાહત અપાવી શકે છે ડુંગળી, જાણો ક્યાં સમયે કરવું જોઈએ સેવન

લાઇફસ્ટાઇલ

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ડુંગળીના ફાયદાઓ. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે જ્યાં ડુંગળીનો ઉપયોગ ન થતો હોય. શાકનો સ્વાદ વધારવો હોય અથવા તો સલાડની પ્લેટ શણગારવી હોય બન્ને વસ્તુ ડુંગળી વગર અધુરી લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારના જાદુઈ ફાયદાઓ થાય છે. ડુંગળી ઘણા બધા પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં રામબાણ રીતે કામ કરે છે. એટલું જ નહીં પરંતુ કાચી ડુંગળીનું સેવન કરવાથી મહિલાઓને સ્તન કેન્સરનો ભય ઓછો થઈ શકે છે. આવો જાણીએ ડુંગળીનું સેવન કરવાના કેટલાક એવા ફાયદા વિશે.

કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામા મદદગાર

ડુંગળીમાં ક્રોમિયમ રહેલું હોય છે, જે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું બનાવી રાખે છે અને સાથે જ શરીરમાં શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત પણ કરે છે. તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે તો હૃદય સ્વસ્થ રહે છે .

ગેસની સમસ્યામાં રાહત

ડુંગળીનું સેવન ગેસની સમસ્યામાં પણ ખૂબ જ આરામ અપાવે છે. તેના માટે તમારે ડુંગળીના રસમાં એક ચમચી લસણ, થોડું આદુ, એક ચમચી મધ અને બે ચમચી પાણી ઉમેરવું. હવે આ મિશ્રણને તૈયાર કરી અને દિવસમાં એક વખત તેનું સેવન કરવું. તેનાથી ગેસમાં તમને ખૂબ જ રાહત મળશે.

ડુંગળીના બીજા ફાયદાઓ

ડુંગળીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. ડુંગળીનું સેવન કરવાથી શરદી, ઉધરસ, કાનનો દુખાવો, તાવ અને ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. લાલ ડુંગળીમાં કવેરસેટીન નામનું ફ્લેવોનોઇડ હોય છે, જે શરીરના અલગ-અલગ ભાગમાં ચરબી જમા થવાથી રોકવામાં મદદ કરે છે. ડુંગળી ફાઇબર અને પ્રી – બાયોટિક્સનો એક મોટો સ્ત્રોત છે, જે આંતરડાને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કાચી ડુંગળીને ચાવવાથી મોઢાના સ્વાદને સંતુલિત કરતા પેઢાના સંક્રમણને અને મોઢાના રોગોના ભયને ઓછો કરી શકાય છે.

ક્યાં સમયે કરવું કાચી ડુંગળીનું સેવન

એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર ડુંગળીનું દરરોજ સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને પાચન સાથે જોડાયેલી બીમારીઓથી પણ શરીર બચી રહે છે. ડુંગળીને પકવ્યા પછી તેમાંથી કેટલાક પોષક તત્વો નાશ થઈ જાય છે એટલા માટે તેને કાચી ખાવી વધારે ફાયદાકારક રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *