રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) માં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિવિધ કૌભાંડો બાદ હવે આ યુનિવર્સિટી કૌભાંડો (scam) નો અખાડો બની ગયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ ઉઠ્યો છે. કાયદા ભવનના હેડ આંનદ ચૌહાણે PHDમાં પાસ કરાવી દેવા માટે લાલચ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. તો બીજી તરફ, ઉભરી રહેલા કૌભાંડોની વાત ગાંધીનગર સુધી પહોંચી છે. જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે.
પૂર્વ વિદ્યાર્થીનીની અચાનક અરજીને લઈને અનેક તર્કવિતર્કો સર્જાયા છે. યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીનીએ વાઈસ ચાન્સેલરને લેખિતમાં ફરિયાદ કરી કે, 2007 થી 2020 સુધીમાં કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થીનીએ અરજીમાં આક્ષેપ કરતા કહ્યું કે, ગત વર્ષએ મેં મારી સાથે થયેલ અને બળાત્કાર વિશે વાત કરી હતી. મારી સાથે રેપ થયો છે. મને ન્યાય મળ્યો નથી. વિદ્યાર્થીનીએ PHD પ્રવેશ પરીક્ષામાં 100 માંથી 33 ગુણ હોઇ 12 કૃપા ગુણ આપવા માંગણી કરી છે.
રાજકોટ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના જાતીય શોષણનો મામલો સામે આવ્યો હતો. તે મુદ્દે કુલપતિએ નિવેદન આપ્યું હતું. જે અંગે કાયદા ભવનના હેડ ડો.આનંદ ચૌહાણ અને પીડિત યુવતીના નિવેદનો લેવામાં આવશે. બન્ને તરફી તથ્યતા તપાસી કાર્યવાહી કરવામાં આવશે. લીગલ રીતે શુ કરી શકીએ તેની માહિતી લેવામાં આવશે તેવું કુલપતીએ જણાવ્યું હતું.
હાલ આ અરજીને અમે હેરેસમેન્ટ સેલમાં મોકલી રહ્યા છીએ. રાજકોટ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, યુવતી અરજી કરે અને કાર્યવાહી થઈ નથી તેવું કહેવાય રહ્યું છે. શારીરિક છેડછાડ કે શારીરિક પ્રોત્સાહન, કે માંગણી કરવી આવા મુદ્દામાં જાતીય સતામણી નિવારણ આંતરિક સમિતિની રચના કરેલી છે.
વિદ્યાર્થીનીના નિવેદનમાં 2007 થી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું મેં સાંભળ્યું છે. મારા કાર્યકાળ દરમિયાનમાં તેની અરજીઓ સ્વીકારેલી છે. પી.એચડીમાં 12 માર્ક વધારવાની તેને માંગ કરી છે. જે અમે વધારી શકીએ નહિ. શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને જાણ કરીએ છીએ.
પ્રોફેસર ઝાલા અને પ્રોફેસર નિલેશ પંચાલ, રાકેશ અને વાંકાણી સામે કાર્યવાહી કરી ચુક્યા છીએ. પી.એચડીના પ્રવેશ વખતે જ આ વિદ્યાર્થીની ફરિયાદ કરે છે. પી.એચડીની વિદ્યાર્થીનીઓ સાથે થતા જાતીય શોષણ મુદ્દે કુલપતિએ નિવેદન આપ્યું હતું. મારા કાર્યકાળમાં આવા કિસ્સાઓ ઘટ્યા નથી. જે કેસ સામે આવ્યા એ 2019 પહેલાના જ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!