કેનેડાના PM ઘર છોડીને ભાગ્યા / જુઓ આ કારણોસર પ્રદર્શનકારીઓએ 20 હજાર ટ્રકો સાથે વડાપ્રધાનનું ઘર ઘેરી લેતા PM ટુડો પરિવાર સાથે ભાગ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પરિવાર સાથે ઘર છોડીને ગુપ્ત જગ્યાએ જતા રહ્યા

કેનેડામાં કોરોના ફરજીયાત વેક્સિનના આદેશ સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પરિવાર સાથે ઘર છોડીને ગુપ્ત જગ્યાએ જતા રહ્યા છે. હજારો ટ્રક ડ્રાઇવરો અને અન્ય વિરોધીઓ રાજધાની શહેરમાં એકઠા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ટ્રક ડ્રાઈવરો દેશમાં કોરોના વેક્સિનને ફરજિયાત બનાવવા અને લોકડાઉન લાદવાની વિરુદ્ધ છે. તેમણે તેમના 70 કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રીડમ કોન્વોય’ નામ આપ્યું છે.

કેનેડાના PM પરિવાર સાથે ઘર છોડીને ભાગ્યા
કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે કોરોના વેક્સીનના આદેશ અને અન્ય જાહેર આરોગ્ય પ્રતિબંધોને ખતમ કરવાની હાકલ કરવા માટે રાજધાની શહેરમાં હજારો ટ્રક ડ્રાઈવરો અને અન્ય વિરોધીઓ ભેગા થયા હતા અને પીએમ ટ્રુડોના નિવાસસ્થાને ઘેરી લીધુ હતુ. ભારે વિરોધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે તેમનું નિવાસસ્થાન છોડીને અન્ય ગુપ્ત સ્થાને જતા રહ્યા છે.

પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો પર નિશાન સાધતા આકરી ટીકા કરી

પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી છે. તેઓએ કેનેડિયન ધ્વજની સાથે નાઝી પ્રતીકો દર્શાવ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો પર નિશાન સાધતા તેમની આકરી ટીકા કરી છે. મોન્ટ્રીયલના ડેવિડ સેન્ટોસે કહ્યું કે તેઓ માને છે કે વેક્સિનેશન ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, આ સરકાર દ્વારા એક કાવતરું છે.

સરકાર સામે વિરોધ કરી રહ્યા
કેનેડાના પીએમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાઓ પર હજારો ટ્રકોના અવાજો સતત સંભળાઈ રહ્યા છે અને ડ્રાઈવરો સતત હોર્ન વગાડીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સંસદ નજીક પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડિયન પીએમ તેમના પરિવાર સાથે ઘરેથી સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ ભાગી ગયા છે. ટ્રુડો મોટાભાગના વિરોધીઓના નિશાના પર છે. પીએમ ટ્રુડોએ કહ્યું છે કે આ પ્રદર્શનકારીઓ વિજ્ઞાન વિરોધી છે અને તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ કેનેડાના અન્ય લોકો માટે માટે પણ તેઓ જોખમ બની ગયા છે. કેનેડામાં અત્યાર સુધીમાં 82 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે.

શનિવારે હજારોની સંખ્યામાં ઓટાવામાં જમા થયેલા ટ્રકવાળાઓએ અમેરિકાની સરહદ પાર કરવા માટે વેક્સિન ફરજિયાત બનાવી છે, તેનો વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ કેનેડાના પીએમે એક વિવાદીત નિવેદન આપતા ટ્રકવાળાને મહત્વ ન ધરાવતા અલ્પસંખ્યક કહી દીધા હતાં. તેનાથી પણ ટ્રકવાળા ખરાબ રીતે ભડકી ગયા હતા. હાલત એવી થઈ કે, રાજધાની ઓટાવા જજતાં રસ્તા પર 70 કિમી લાંબો જામ ખડકાઈ ગયો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/30/65_1643523166/mp4/v360.mp4 )

આ બાજૂ ટ્રક ચાલકોને દુનિયાના સૌથી અમીર માણસ એલન મસ્કનો પણ સાથે મળ્યો છે. મસ્કે ટ્વિટ કરીને કહ્યું છે કે, કેનેડાઈ ટ્રક ચાલકોનું શાસન અને હવે આ આંદોલનના ભણકારા અમેરિકા સુધી પડ્યા છે. આ ટ્રકવાળા કેનેડાઈ ઝંડા લહેરાવી રહ્યા છે અને આઝાદીની માગવાળા ઝંડા પણ લહેરાવી રહ્યા છે. તે પીએમ ટ્રુડો વિરુદ્ધ ખૂબ નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનમાં ટ્રક ચાલકોને અન્ય હજારો પ્રદર્શનકારીઓનો પણ સાથે મળ્યો છે. જે કોરોનાના કારણે આવેલા લોકડાઉનથી કંટાળેલા છે.

રસ્તાઓ પર હજારોની સંખ્યામાં વિશાળ ટ્રકોનો અવાજ સંભળાવી રહ્યો છએ અને ડ્રાઈવર તેના હોર્ન સતત વગાડીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. તે સંસદની પાસે પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાના પીએમ પરિવાર સાથે ઘર છોડીને એક સુરક્ષિત જગ્યાએ ગુપ્ત સ્થાન પર પહોંચી ગયા છે. મોટા ભાગના પ્રદર્શનકારીઓનો ટાર્ગેટ પીએમ છે. પીએમ ટ્રુડોએ કહ્યું કે, ટ્રેકવાળા વિજ્ઞાનનો વિરોધ કરી રહ્યા છે અને તે તો ખરાં પણ અન્ય લોકો માટે પણ તેઓ ખતરો બની ગયા છે. કેનેડામાં હજૂ 82 ટકા લોકોને જ વેક્સિન લાગી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.