ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવકે ફોટોશુટ કરવા માટે બોલાવી હતી, તસ્વીરો પડાવવા માટે પહેલા યુવકે બગીચામાં બોલાવી લીધી અને પછી જે થયું તે ચોંકાવનારૂ
શહેરમાં કમાટીબાગની અવાવરું જગ્યામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. મુંબઈના વિધર્મી આરોપીએ સાવલીની સગીરાને કમાટીબાગની અવાવરુ જગ્યાએ લાવી દુષ્કર્મ આચર્યુ હતું. પરિવારજનોની ફરિયાદના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને કરજણ ટોલનાકા પાસેથી બસમાંથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના સાવલીની સગીરાને ફોસલાવી પટાવીને કમાટીબાગના અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મુંબઈના વિધર્મી યુવક તોહીફ ઉર્ફે કાસીમ શેખ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. સાવલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી સગીરાનો મોબાઈલ નંબર હેલો એપ પરથી મેળવીને મુંબઈના વિધર્મી યુવક તોહીફ ઉર્ફે કાસીમ શેખે સગીરા સાથે વારંવાર વાતો કરી તેને ભોળવીને ત્રીજી તારીખે મુંબઈથી સાવલી આવી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને સાવલી મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારને જાણ થતાં પરિવારે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મની ઘટનામાં હજુ આરોપીઓ પકડાયા પણ નથી ત્યારે શહેરના મધ્યમાં આવેલા કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈના વિધર્મી નરાધમે હેલો મોબાઇલ એપના માધ્યમ થઈ સગીરનો નંબર મેળવીને તેની સાથે વાત કરતો હતો. ફરિયાદ થતાં જ વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી. એલસીબી એસઓજીની ટીમોને તાત્કાલિક તપાસમાં જોડવામાં આવી હતી.
બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી રાજ્ય બહાર ભાગી ન જાય તેના માટે ગ્રામ્ય પોલીસે જિલ્લામાં વિવિધ હાઇવે ઉપર નાકાબંધી કરી તપાસ આદરી હતી. જેમાં આજે વહેલી સવારે આરોપી તોહીફ બસમાં બેસીને સુરત તરફ જતો હતો ત્યારે કરજણ ટોલનાકા પાસે એલસીબીની ટીમે દબોચી લીધો અને ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ પીડિતાના અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સાવલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી સગીરાનો મોબાઈલ નંબર હેલો એપ પરથી મેળવીને મુંબઈના વિધર્મી યુવક તોહીફ ઉર્ફે કાસીમ શેખે સગીરા સાથે વારંવાર વાતો કરી તેને ભોળવીને ત્રીજી તારીખે મુંબઈથી સાવલી આવી સગીરાને વડોદરા લઈ આવ્યો હતો અને કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને સાવલી મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!