આલે લે…ઝડપાઈ ગય / આ PSI એ સ્પામાં જઈને કહ્યું કે, તમારે ત્યાં સેન્ડવીચ મસાજ થાય છે કે નહી અને પછી PSI પોતે જ એવી હલવાઈ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કના એમબી સ્પામાં મહિલા પીએસઆઈ બનીને તોડ કરવા નીકળેલી આરોપી રિદ્ધિ શાહને એસઓજીએ નાનપુરા એસબીઆઈ બેંક પાસેથી ઝડપી પાડી છે. આ મહિલા નકલી પોલીસ બનીને સ્પામાં તોડ કરવા માટે તેના સાગરિતોને લઈને આવી હતી. અઠવાડિયા પહેલા રિદ્ધિ શાહના સાગરિતે નકલી પોલીસ બની પહેલા સ્પામાંથી 30 હજારનો તોડ કર્યો હતો. ઉમરા પોલીસે 34 વર્ષીય રિદ્ધિ ભરત શાહની ધરપકડ કરી છે.

રિદ્ધિ શાહ પોતે ન્યુઝ પોર્ટલમાં રિપોર્ટર છે અને અગાઉ તે નર્સ તરીકે કામ કરતી હોવાની વાત તેણીએ પોલીસને જણાવી છે. જો કે પોલીસને રિદ્ધિ શાહની આ વાત ગળે ઉતરતી નથી. આરોપી રિદ્ધિ શાહના લગ્ન વેસુમાં થયાં હતા બાદમાં કોઇક કારણોસર છુટાછેડા થયા હોવાની વાત પોલીસે જણાવી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી રિદ્ધિ શાહ ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ કરવા જતી ત્યારે ખટોદરાની મહિલા પીએસઆઈ બની અને ઉમરા પોલીસની હદના સ્પામાં તોડ કરવા જતી ત્યારે ઉમરા પીએસઆઈ બની જતી હતી.

આ તોડબાજ રિદ્ધિ શાહએ તેના સાથી રિપોર્ટરની સાથે સ્પામાં પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવતી હતી. સ્પામાં રિદ્ધિી શાહ જઈ પોતે પીએસઆઈ હોવાનો રોફ દેખાડી ડાયરી લાવો આજે કેટલા ગ્રાહકો આવ્યા છે એમ કહી દમ મારી કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી લેતી હતી. સુરતના મોટેભાગના સ્પામાં વૈશ્યાવૃતિનો કારોબાર ચાલતો હોવાથી સંચાલકો પણ આવા તત્વોની સામે કાર્યવાહી કરતા ન હોવાના કારણે આવી ટોળકી ફાટીને ધુમાડે ચઢી છે. આરોપી રિદ્ધિ શાહના બે સાગરિતોમાં નકલી પોલીસ બનેલા માયા ભગુ સહીડા અને ચિરાગ હિમ્મત સરવૈયા હાલમાં 21મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ પર છે.

આ મહિલા ખૂબ શાતીર હતી. તે ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ-પાણી કરવા માટે જતી હતી. ત્યારે તે ખટોદરાની મહિલા પીએસઆઇ બની જતી હતી. તે જ્યારે ઉમરા પોલીસના હદમાં આવેલા સ્પામાં તોડ પાણી કરવા જતી હતી…

ત્યારે તે ઉમરાની પીએસઆઇ બની જતી હતી. પોલીસના નામે તે ઢગલા મોઢે રૂપિયા ઉઠાવી લેતી હતી. પરંતુ પોલીસને આ વાતની જાણ મળતાં તેણે આ મહિનાને પકડી પાડી છે. કૂટણખાના સંચાલકો સામે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવાના કારણે તેઓ હાવી થઈ ગયા છે. પરંતુ આ નકલી પોલીસ આવા સંચાલકોને લૂંટી લે છે…


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.