ફાયરિંગનો મામલો / મહિલા PSIના પતિએ એજન્ટ સાથે ઓળખાણ કરાવી ફાયરિંગ કરાવ્યું, જુઓ ફાયરિંગ બાદ થયેલી વાતચીતનું રેકોર્ડિંગ આવ્યું સામે

ગુજરાત

ગાંધીનગર કલોલનાં દંપતીને અમેરિકા મોકલી આપવા દિલ્હી સુધી ફ્લાઇટમાં લઈ જનાર એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટની પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જેની પૂછતાંછમાં અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. જેમાંથી રેયાન નામના શખ્સે 10 લાખની માંગણી કરીને ફાયરિંગ કર્યું હતું.

બીજી તરફ આ પ્રકરણમાં મહિલા પીએસઆઇનાં પતિ સુનીલ પટેલ નામના એજન્ટનું પણ નામ બહાર આવ્યું છે. આ સુનીલ પટેલે જ મયંક શર્મા સાથે દેવમ બ્રહ્મભટ્ટની ઓળખાણ કરાવી હતી અને ફાયરિંગની ઘટના પછી બન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ મળી આવ્યું છે.

ઓડિયો ક્લીપની વાતચીતની લાઈનો નીચે મુજબ છે
દેવમ: સુનિલભાઈ બે માણસો જોવા આવ્યા તેઓ બંદુકમાંથી ગોળી મારી. હર્ષ, શ્રેયાંગ પટેલ ભાગી ગયા, મારા બાપા મારો ભાઈ બધા રાતના પોલીસ સ્ટેશને છે. પેલો રૂત્વીકભાઈ વચ્ચે રહ્યો હતો તે બીચારો પણ પોલીસ સ્ટેશનમાં છે.
સુનિલભાઈ: ગોળી કેમ મારી?
દેવમ: અરે એ લૂંટવા આવ્યા હતા મયંકે ફોન સ્વીચ ઓફ જ કરી દીધો છે. ત્યાં લોકોને સમજે નહીં એટલે રૂત્વીકને જ પકડે, અરે ભાઈ મારા બાપા સગો ભાઈ ત્યાં છે. મારી પાસે બધુ પ્રુફ છે, કેટલી વાત થઈ ક્યાં થઈ બધી વાત છે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં જઉ છું. આવો દાવ થયો ગુંડાઓ હતા કોને ખબર પડે. તમે પણ એક ફોન ન ઉપાડ્યો.
સુનિલભાઈ: અરે ટાવરના પ્રોબ્લેમ છે.
દેવમ: આ લોકોને તમે પકડાવો. પેલા ભાઈ વિષ્ણુભાઈ મરી જાત, બે લોકો ભાગી ગયા, તમે પોલીસ સ્ટેશન આવો, આ લોકોને પકડાવી દો.
સુનિલભાઈ: મેં માર્કેટમાં કામ જોયું હતું એટેલે મે તમને હેલ્પ કરવા માટે કીધું છે.
દેવમ: તમે મને ગમે તેમ કાઢો અને તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય પહોંચતા કરો. મારાભાઈ મારા બાપા અને તેમની સાથે ગયેલો માણસ અંપગ છે, બધાને માર્યા છે.
સુનિલભાઈ: કોણે માર્યા?
દેવમ: પોલીસવાળાએ માર્યા ભાઈ, આવું થયું એટલે ફ્રોડ છે બધુ, એણે આપણને લીગલ મોકલવાની વાત કરી હતી.
સુનિલભાઈ: મારી રિકવેસ્ટ છે મારા વાઈફ પીએસઆઈ છે હું અંદર ફસાઈ જાવ ભાઈ.
દેવમ: અરે આ ક્યાં બે નંબરનું કામ છે. મયંકે કહ્યું હતું કે આપણે લીકલ મોકલીએ છીએ. તમારી વાઈફ PSI છે મામા DySP છે તમે મને ગમે તેમ બહાર કાઢો.
સુનિલભાઈ: જ્યારે તેણે પૈસા માંગ્યા મે ના પાડી દીધી હતી કે મારે નથી પડવું.
દેવમ: શ્રેયાંક, હર્ષ બધાની માહિતી કઢાવો, આપણે ખોટા નથી આપણે લીગલી મોકતાં હતા.
સુનિલભાઈ: તેમના મગજમાં શું પ્લાન બન્યો શું ખબર પડે?
દેવમ: એણે આપણને પ્લાન આપ્યો હતો જેમાં આપણે ફસાઈ ગયા તેની આ ચાલ હતી.
સુનિલભાઈ: મારે પીએસાઆઈ વાઈફ છે મારે તકલીફ થાય એવી છે. મારું નામ ના ખોલતા
દેવમ: ફાયરિંગ થયું તો મેં મારા પપ્પા-ભાઈને મોકલ્યા તો તેમને જેલમાં ઘાલી દીધા.
સુનિલભાઈ: હું તમારી બધી હેલ્પકરીશ પાછળથી હું બંધાયેલો છું મારુ નામ ન આપતા.
કથિત ઓડિયો ક્લીપનું VS24 NEWS પુષ્ટિ કરતુ નથી

કલોલના પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુ પટેલનાં ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલી આપવાનો કારસો રચી દેવમ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) અને ઋત્વિક વિજયભાઈ પારેખ દ્વારા 1 કરોડ 10 લાખમાં ડીલ નક્કી કરાઈ હતી. જે અન્વયે ચોથી ફેબ્રુઆરીના રોજ દેવમ દંપતીને લઈને અમદાવાદથી દિલ્હી પહોંચ્યો હતો.

જ્યારે ઋત્વિક પારેખ અને વિષ્ણુ પટેલ એરપોર્ટથી કલોલ પરત ફર્યા હતા. એ રાત્રે ઋત્વિક પારેખ સાથે અન્ય ત્રણ શખ્શો પણ વિષ્ણુ પટેલના ઘરે ગયા હતા અને 10 લાખની માંગણી કરીને રેયાન નામના ઈસમે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિષ્ણુ પટેલનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ત્રણ ઈસમો ભાગી ગયા અને ઋત્વિક પકડાઈ ગયો હતો. અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દેવમની પણ ધરપકડ કરી પૂછતાંછ કરતાં અમદાવાદના એજન્ટ મયંક શર્માએ ત્રણ શખ્સોને કલોલ મોકલ્યા હતા. અને એક શખ્સે ફાયરીંગ કર્યું હતું.

આ કબૂતરબાજીની આખી ગેંગ દંપતીને ટ્રાન્ઝિસ્ટ વિઝાના આધારે અમેરિકા મોકલી ગમે તેમ કરીને ત્યાં થોડા દિવસ રોકાવાની ફરજ પાડીને અહીંથી વિષ્ણુ પટેલ પાસેથી ડીલ મુજબના રૂપિયા એઠવા માંગતી હતી. જોકે, ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ ગભરાઈ ગયેલો દેવમ દિલ્હીથી દંપતીને લઈને પરત આવી ગયો હતો અને આવતાની સાથે જ સુનીલ પટેલ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જે અમદાવાદ નો હોવાનું બહાર આવ્યું છે.

મહિલા પીએસઆઈનો પતિ તેમજ તેના મામા પણ ઉચ્ચ હોદ્દા પર હોવાનું જાણવા મળ્યું છે. આ વાતચીતમાં સુનીલ પટેલ પણ પોતાની પત્ની પીએસઆઇ હોવાનો કહીને પોતાનું નામ જાહેર નહીં કરવાની વિનંતી કરવાની સાથે અમદાવાદના એજન્ટ ગ્રુપમાંથી મયંક શર્મા સહિતના શખ્સોનાં પુરાવા આપવાની વાત કરે છે. આમ આ આખા પ્રકરણમાં મોટી ગેંગ સક્રિય હોવાની અને કબૂતર બાઝી નું મોટું નેટવર્ક ચાલતું હોવાનું બન્નેની વાતચીત પરથી નકારી શકાય એમ નથી.

‘આવી કોઈ ઓડીયા ક્લીપ ધ્યાને આવી નથી પરંતુ દેવમ અને મયંકની મુલાકાત સુનિલ પટેલ નામના વ્યક્તિએ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલની સ્થિતિએ ગુનોમાં કોઈ સંડોવણી સામે આવી નથી. જોકે સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે.’ – એસ. એસ. પવાર, પીઆઈ, એસઓજી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.