પીલે પીલે ઓ મેરે રાજા / સરકારી ઓફિસમાં પ્રજાના કામ થાય છે કે દારૂની મહેફિલો? જુઓ આ તલાટી ઓફિસમાં દારૂની મહેફિલનો વિડિઓ વાઇરલ : VIDEO

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ફરી સામે આવ્યુ છે. દારૂબંધીના લીરેલીરા મહિસાગર જિલ્લામાં ઉડ્યા છે. મળતા અહેવાલ મુજબ મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતમાં જ દારૂની મહેફિલના વીડિયો વાયરલ થયા છે. જેમાં ચાલુ નોકરીએ જ તલાટી-ક્મ-મંત્રી દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા દારૂબંધી સામે સવાલો ઉઠ્યા છે.

આ એજ અધિકારીઓ છે જેઓને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા , પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે પરંતુ આ અધિકારીઓને પ્રજાના કામમાં નહી પરંતુ દારુ પીવામાં જ આનંદ આવતો હોય તેમ લાગી રહ્યુ છે.

વીરપુરના ડેભારી ગામના તલાટી રમેશભાઇ પોતે દારુ પીતા ઝડપાયા. દારુની મહેફિલના તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે તલાટી ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારુની મહેફિલ માણી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય કે તમે ઑફિસમાં કામ કરવા આવો છો કે દારુ પીવા, દારુબંધી હોવા છતાં બેફામ બનીને દારુ પીનારા તલાટી થોડી તો શરમ કરો. આ પ્રજાનું કામ, આ સરકારી જગ્યા છે. પોતાના પદની ગરિમા તો જાળવો. આ એ જગ્યા છે જ્યાં સ્થાનિકોની અવર જવર હોય પરંતુ તલાટીને સ્હેજ પણ શેહશરમ નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=1395211757589381 )

તલાટીના આવા વર્તનથી સ્થાનિકો અજાણ નથી. સ્થાનિકો અનેકવાર રજૂઆત કરીને થાક્યા. તલાટી વિશે અનેકવાર ફરિયાદ કરી પરંતુ કોઇ નિરાકરણ આવતુ નથી. છેક DDO સુધી સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ કોઇ ઊંચા કાન કરતુ નથી. ત્યારે અહીં સવાલ એ થાય કે શું DDO તલાટી સાથે મળેલા છે. શા માટે DDO આંખ આડા કાન કરી રહ્યા છે. શું સરકારી ઑફિસોમાં આ રીતે જ કામકાજ ચાલતુ હશે.. પ્રજા પિસાતી રહે અને બાબુઓ મહેફિલ માણતા રહે..?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.