કસરત આને કહેવાય / બે યુવાનોએ હેલિકોપ્ટર પર લટકીને કર્યા પુલ અપ્સ, વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો, વિડિઓ જોઈને તમે પણ હોશ ખોઈ બેસશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અવારનવાર સોશિયલ મીડિયામાં અવનવા અથવા વર્લ્ડ રેકોર્ડના વિડિઓ સામે આવતા હોય છે. વર્લ્ડ રેકોર્ડ તોડીને લાઈમલાઈટમાં આવવા માટે લોકો જાતજાતના હથકંડા અપનાવતા હોય છે. પરંતુ નેધરલેન્ડના એક યુવાને કોઈ કરી ન શકે તે રીતે પુલ અપ્સ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

એથલેટ અર્જેન સાથે એક યુટ્બુય ચલાવનાર સ્ટેન બ્રાઉને નામના યુયાવને બેલ્જિયમના એન્ટવર્પ એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર પર લટકીને ઘણા પુલ્સ અપ કર્યાં હતા. તેમણે આવી રીતે પુલ્સ અપ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. હેલિકોપ્ટર પરથી લટકીને પુલ્સ અપ કરવા માટે આ બન્ને યુવાનોએ દિવસો સુધી મહેનત કરી હતી.

ત્યારે તેમણે પરિણામ મળ્યું હતું. સામાન્ય રીતે લોકો જમીન પર પણ સરખી રીતે પુલ્સ અપ કરી શકતા નથી ત્યાં હેલિકોપ્ટર પર લટકીને હવામાં પુલ્સ અપ કરવા કંઈ જેવી તેવી વાત નથી પરંતુ આ બન્ને બહાદુર યુવાનોએ અશક્ય લાગતું આ કામ કરી દેખાડ્યું હતું.

આ બન્ને યુવાનોએ હેલિકોપ્ટર પર લટકીને 23 પુલ્સ અપ કર્યાં હતા. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ ઘટનાનો એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં જોઈ શકાય છે કે બન્ને યુવાનો વારાફરતી હવામાં લટકી રહેલા હેલિકોપ્ટરથી એન્ગલ પકડીને પુલ્સ અપ કરી રહ્યાં હતા. પહેલા અલબર્સ નામના યુવાને 24 પુલ અપ્સ કર્યાં હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *