આવી કેવી જાત્રા ભાઈ / ભગવાનના દર્શન કરીને પરત આવતી બસમાંથી એવી વસ્તુ મળી કે પોલીસનો પિત્તો ફાટતા આખી બસને જેલભેગી કરી, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ ગુજરાતીઓ દારૂ પીવા આસપાસના રાજ્યો અને દીવ-દમણ પહોંચી જ જાય છે. પાર્ટીના બહાને દારૂ પીને આવે છે. અને પરત વળતી વેળાએ સાથે એક આદ બે બોટલ લેતા પણ આવે છે. પણ સુરતમાં પોલીસે એક બસને અટકાવીને ચેકિંગ કર્યું તો ખુદ પોલીસ પણ ચોંકી ગઈ.

પુણા પોલીસે 7 મહિલા સહિત 45 પેસેન્જર્સની કરી ધરપકડ
પુણા પોલીસને પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મહુવા ગોળીગઢ બાપાના મંદિરેથી દમણ જઈ ત્યાંથી દારૂ લાવે છે.જેથી પોલીસે સગરામપુરા પાસેથી બસને અટકાવી હતી. અને તલાશી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને બસમાંથી તપાસ દરમિયાન એક બે નહીં પણ 265 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો.આમ પુણા પોલીસે લક્ઝરી બસમાંથી 265 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને બસમાં સવાર 7 મહિલા સહિત 45 મુસાફરોની ધરપકડ કરી છે.

બસના તમામ પેસેન્જરોના બેગમાંથી મળી આવ્યો વિદેશી દારૂ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ બસ દમણથી આવી રહી હતી. અને મુસાફરોએ દમણથી પરત ફરતા પોતાની સાથે વિદેશી દારૂની બોટલો લઈ લીધી હતી. પણ મુસાફરોને ક્યાં ખ્યાલ હતો કે પોલીસની નજર તેમના પર પણ હશે. દમણ જેવી જ દારૂની પાર્ટી ઘરે માણવાના સપના જોઈ રહેલા મુસાફરો હાલ તો પોલીસના સકંજામાં આવ્યા છે.

બાપા સીતારામ ટુરીસ્ટ લક્ઝરી બસ જીજે-14-વી-5506માં કેટલાક લોકો મહુવા ગોળીગઢ બાપાના મંદિરેથી દમણ જઈ ત્યાંથી દારૂ લાવે છે. જેથી નિયોલ ચેક પોસ્ટ પાસે બસને રોકી તપાસ કરતા ડ્રાયવર ભરત મેપા સોલંકી પાસે દારૂની 5 બાટલી મળી હતી. ક્લિનર બબલુ કુસ્વાહ અને અરવિંદ ટાંક પાસે પણ બોટલો મળી હતી. બસમાં 52 પ્રવાસી પૈકી 7 મહિલા હતી,જે તમામ દારૂ પીધેલી હતી. 45 પુરૂષ પ્રવાસીની બેગ ચેક કરતા દારૂની બાટલી મળી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.