PM મોદીની સુરક્ષા ચૂક મામલે પંજાબ CM ચન્નીએ એક મોટું નિવેદન આપતા ખુલાસો કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ભારપૂર્વક કહ્યું કે PM મોદીની સૂરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. તેમણે કહ્યું કે PM મોદી હેલિકોપ્ટરથી આવવાના હતા પરંતુ અંતિમ ઘડીએ તેમનો રુટ બદલાયો હતો અને તેમણે બાય રોડ આવવાનું નક્કી થયું હતું. મેં ગઈ કાલે મોડી રાતે સુધી તમામ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી હતી.
PMનો રુટ બદલાયો તે અંગે કોઈ જ માહિતી ન હતીઃ પંજાબ CM
ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, ‘અમે PMOને ખરાબ હવામાનની સ્થિતિ અને વિરોધના કારણે યાત્રા રોકવાનું કહ્યું હતું. અમને વડાપ્રધાન મોદીના કાફલામાં એકાએક આવેલા ફેરફાર અંગે કોઈ જ સુચના અપાઈ ન હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ જ ગફલત નથી થઈ. જો આજે PM મોદીની મુલાકાત દરમિયાન કોઈ પણ ચૂક રહી હશે તો અમે તેની તપાસ કરાવીશું. વડાપ્રધાનને કોઈ જ ખતરો ન હતો.’
અનેક ટ્વીટ કરી ભાજપ અધ્યક્ષે કર્યા આક્ષેપો
નડ્ડાએ ટ્વીટ કરી દાવો કર્યો કે જ્યારે PM મોદીનો કાફલો રોડ પર ફસાયેલો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. નડ્ડાએ એક પછી એક અનેક ટ્વીટ કર્યા. તેઓએ લખ્યું, ‘પંજાબમાં આવતી ચૂંટણીમાં કારમી હાર ભાળી ગયેલી કોંગ્રેસની સરકારે PMનો કાર્યક્રમ રદ કરાવવા દરેક શક્ય એવા પ્રયાસો કર્યા. આવું કરતા સમયે તેઓને તે પણ યાદ ન આવ્યું કે PM મોદી ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના છે તેમજ વિકાસ કાર્યોની આધારશિલા મુકવાની છે.’
PMના રુટની માહિતી ફક્ત પોલીસને જ હતી રસ્તા પર પ્રદર્શનકારીઓ ક્યાંથી આવ્યાં-કેન્દ્રીય ગૃહ મંત્રાલય : હવે સીએમ ચાન્નીએ આ વાત કહીને ચોક્કસપણે પોતાની સરકારનો બચાવ કર્યો છે પરંતુ ભાજપ અને ગૃહ મંત્રાલય સતત તેનું ખંડન કરી રહ્યું છે. ગૃહમંત્રાલયે સ્પસ્ટ કહ્યું છે કે પ્રધાનમંત્રીના પ્રવાસની સંપૂર્ણ માહિતી પંજાબ સરકાર અને પોલીસને પહોંચાડવામાં આવી હતી. PMના રુટની માહિતી ફક્ત પોલીસને જ હતી તો પછી રસ્તા વચ્ચે પ્રદર્શનકારીઓ ક્યાંથી આવ્યાં તે સવાલ ભાજપ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉઠાવ્યો છે.
ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરુ કર્યું : પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરુ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે જ્યારે પીએમ મોદીનો કાફલો ઓવરબ્રિજ પર ફસાયો હતો ત્યારે સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
કોંગ્રેસ સરકારે પીએમનો કાર્યક્રમ રદ કરવા યુક્તિ અજમાવી-નડ્ડા : જેપી નડ્ડાએ એક પછી એક શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, પંજાબમાં આગામી ચૂંટણીમાં મતદારોના હાથે કારમી હારના ડરથી કોંગ્રેસ સરકારે પીએમનો કાર્યક્રમ રદ કરવા માટે શક્ય તેટલી બધી યુક્તિ અજમાવી હતી. આમ કરીને તેમને એ પણ યાદ ન હતું કે પીએમ મોદીએ ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે અને વિકાસના કામોનો શિલાન્યાસ કરવાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!