ધંધાની ઉઘરાણી કરી પરત ફરી રહેલા બે ભાઈઓને પુરપાટ ઝડપે આવી રહેલા વાહને ફંગોળ્યા, જુઓ ઘટના સ્થળે થયું એવું કે જાણીને તમે…

ટોપ ન્યૂઝ

અકસ્માતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં ખેડા જિલ્લાના મહુધા પંથકમાં હિટ એન્ડ રનની ઘટનાને કારણે બે ભાઈઓના કરુણ મોત નિપજયા છે. જાણવા મળ્યું છે કે, કઠલાલના બે પરપ્રાંતીય યુવાનો મોટરસાયકલ લઈને મહુધાના વડથલ ખાતે ધંધાની ઉઘરાણીએ આવી રહ્યા હતા, આ દરમિયાન અકસ્માત નડ્યો હતો.

આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનસેકરન પલનીવેલ અને અરૂણકુમાર સંગલીમુથ્થુ નામના બંને યુવાનો મુળ તામીલનાડુના કુલથ્થુરના છે. તેમજ તેઓ વ્યવસાય અર્થે ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતા હતા. ત્યારે બંને યુવાનો પોતાના ધંધા અર્થે મહુધાના વડથલ મૂકામે બાઈક લઈને ઉઘરાણીએ ગયા હતા.

આ દરમિયાન પરત ફરતી વેળાએ વડથલ કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાયકલને ટક્કર મારી હતી. જેને પગલે બન્ને યુવાનો મોટરસાયકલ સાથે ફંગોળાયા હતા અને એ બાદ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. તેથી બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. જોકે, ઘટના બાદ આરોપી પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં બાઈકને નુકસાન થયું હતું. તેમજ આ અકસ્માત સંદર્ભે મૃતકના મિત્ર શૈલેષભાઈ મનુભાઈ પરમારે મહુધા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *