બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દેતા કાર શોરૂમમાં ઘુસી, પૂછતાં નહિ કોણ ચલાવતું હતું, વિડિઓ જોઈને તમને પણ આંચકો લાગશે : જુઓ વિડિઓ

વડોદરા

વડોદરા શહેરમાંથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના અલકાપુરી બી.પી.સી. રોડ પર ગઈ રાત્રે એક મહિલાએ કારને એટલું જોરથી એક્સિલરેટર આપી દીધું કે, કાર બેકાબુ થઈ ક્રોકરી શોરૂમમાં ઘૂસી ગઈ હતી. શોરૂમ ના માલિકે આ મામલે કારચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (વિડિઓ નીચે આપેલો છે) 

મહિલાની બેદરકારીને કારણે કાર શોરૂમના પાંચ પગથિયાં ચડી કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જેના કારણે ક્રિષ્ના શોરૂમને ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે એક મહિલા શોપિંગ કરવા પોતાની કાર લઈને પહોંચી હતી. પરંતુ મહિલા જેવી કાર લઈને શોરૂમના પાર્કિંગમાં પહોંચી, તેણે એટલું જોરથી એક્સીલેટર દબાવ્યું કે કાર બેકાબૂ થઈને શોરૂમમાં ઘૂસી ગઈ.

આ ઘટના સર્જાતા ક્રિષ્ના ક્રોકરી શોરૂમના માલિક મહેશ સાંગાણી અને શોરૂમમાં હાજર સ્ટાફ ગભરાઈ ગયો હતો અને કાર પાસે દોડી ગયો હતો. સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. ઘટનાને પગલે શોરૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. (વિડિઓ નીચે આપેલો છે)

અગાઉ પણ શહેરમાં આવી અનેક ઘટનાઓ નોંધાય છે. થોડા સમય પહેલા જ વડોદરા ના કરજણ ટોલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રક ટોલ પ્લાઝા ની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો.

વડોદરા થી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 પર એક ટોલ પ્લાઝા આવેલું છે. આશરે સાંજના ચાર વાગ્યે પૂરું પાડ ઝડપે આવતો ટ્રક ટોલ પ્લાઝા ની ઓફિસમાં ઘૂસી ગયો હતો, જેને પગલે કર્મચારીઓ ગભરાયા હતા અને અપરાધોફ્રીક મચી ગઈ હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *