બૉલીવુડવાળા કંઈક શીખો / ‘પુષ્પા’ એ તંબાકુની એડને લાત મારી દીધી, જુઓ ઓફર ઠુકરાવાનું કારણ જાણીને તમે પણ સલામ કરશો

ટોપ ન્યૂઝ બોલિવૂડ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તમાકુ કંપનીની જાહેરાત ઑફર ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકોની વચ્ચે કોઈ પણ ખોટી વસ્તુ પ્રમોટ કરવા માગતો નથી. અલ્લુ તમાકુ ખાતો નથી. આ જ કારણે તેણે તમાકુ કંપનીની બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

જોકે, બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તમાકુની જાહેરાત ખુશી ખુશી કરતાં હોય છે. અલ્લુના નજીકના મિત્રોએ જણાવ્યું કે ફિલ્મમાં ધૂમ્રપાન ન કરવુ એ તેના હાથમાં નથી પરંતુ હા તે પ્રયાસ કરે છે કે તે તેનું સેવન ન કરે. તેનાથી બચવાનો સંદેશ પણ આપે છે. અલ્લુના નજીકના લોકોએ જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમના ચાહકો આ તમાકુની એડ જોયા પછી આવી પ્રોડક્ટ ખાવાનું શરૂ કરે, જેનાથી તેઓ આના વ્યસની બની જાય. તેઓ માને છે કે તેઓ પોતે જેનું સેવન નથી કરતા, તેનો પ્રચાર શા માટે કરે .

અલ્લુ અર્જુનના તમાકુની એડ ન કરવાના નિર્ણયની વાત જ્યારે ફેન્સને ખબર પડી ત્યારે બધા તેના વખાણ કરવા લાગ્યા. લોકો એક્ટરની પ્રશંસા કરતા થાકતા નથી. અલ્લુ અર્જુનની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. આ મૂવીએ હિંદી બેલ્ટમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ફેન્સને હવે પુષ્પા સેકંડ પાર્ટનો ઈંતઝાર છે. પુષ્પા પછી સાઉથ સુપરસ્ટારની બીજી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.

અજય દેવગન, શાહરુખ ખાન પછી અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી છે. આ અંગે સો.મીડિયા યુઝર્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો, કારણ કે અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તમાકુ કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઑફર કરે છે, પરંતુ તે સ્વીકારતો નથી. આટલું જ નહીં અક્ષય કુમાર ફિટનેસ માટે પણ ચાહકોમાં લોકપ્રિય છે. આથી જ યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ પાન મસાલાનો પ્રચાર કરતા હતા. આ અંગે તેને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ પછી, તેઓએ તેમના જન્મદિવસ પર આવી જાહેરાત છોડવાની જાહેરાત કરી હતી. તેમના વતી કહેવામાં આવ્યું હતું કે, ‘જ્યારે અમિતાભ બચ્ચન આ બ્રાન્ડ સાથે સંકળાયેલા હતા, ત્યારે તેઓ જાણતા ન હતા કે તે સરોગેટ જાહેરાત હેઠળ આવે છે. અમિતાભે બ્રાન્ડ સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે અને પ્રમોશન ફી પણ પરત કરી દીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.