પંજાબના હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો અટવાયો હતો
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આકરા શબ્દોમાં કહ્યું હતું કે PMની સુરક્ષામાં ઈરાદાપૂર્વક ચૂક થઈ. કોંગ્રેસને જાણે હાર દેખાય છે ત્યારે વડાપ્રધાન પર પણ હુમલા કરાવતા ખચકાતી નથી. કોંગ્રેસ સરકારે માફી માંગવી જોઈએ હું આ ઘટનાને વખોડી કાઢું છે.
પ્રદર્શનકારીઓને પંજાબ સરકારે રુટની માહિતી આપી: હર્ષ સંઘવી
પ્રધાનમંત્રીની સુરક્ષા મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી પંજાબ સરકાર સામે મોટા આરોપ મૂક્યા છે. હર્ષ સંઘવી કહ્યું છે કે પ્રદર્શનકારીઓને પંજાબ સરકારે પ્રધાનમંત્રીના રૂટની માહિતી આપી હતી જેથી પંજાબ સરકારની મદદથી પ્રદર્શનકારીઓએ માર્ગ બ્લોક કર્યો છે જે પ્રધાનમંત્રીની સુરક્ષામાં સૌથી મોટી ચૂક થઈ કહેવાય
પંજાબ સરકાર પર આક્ષેપ વાહિયાત છેઃગુજરાત કોંગ્રેસ
PM સુરક્ષા વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષાની નિયમોની રુલબુક છે, કોંગ્રેસ પર આક્ષેપો કરવાના બદલે સત્યનો સ્વીકાર કરે કારણ કે ત્રણ કાળા કાયદા મુદ્દે ખેડૂતોમાં રોષ હતો જેથી તે આક્રોશ પ્રદર્શન રૂપે સામે આવ્યો છે. પંજાબ સરકાર પર આક્ષેપ વાહિયાત છે. ભાજપે ખેડૂત વિરોધી માનસિકતાનો ત્યાગ કરવો જોઈએ. નીતિનિયમો મુજબ જ વડાપ્રધાનની સુરક્ષા થતી હોય છે.
CM ચન્નીને ધન્યવાદ કહેજો કે હું જીવતો પાછો આવ્યો: PM મોદીએ એરપોર્ટ પર અધિકારીઑને કહ્યું
પ્રધાનમંત્રી મોદી અને તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું અને આખરે ફિરોજપુર જવાનું માંડી વાળવાનો નિર્ણય લેવાયો હતો. બઠિંડા એરપોર્ટ પર પરત આવ્યાં બાદ ત્યાં હાજર રહેલા અધિકારીઓને પીએમ મોદીએ ટોણો મારતો સવાલ કર્યો કે CM ચન્નીને ધન્યવાદ કહેજો કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પાછો આવ્યો.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ‘મને ખેદ છે કે વડાપ્રધાન મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મને આજે ભઠિંડામાં PM મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકોને મારી સાથે આવવાનું હતું તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા તેથી હું વડાપ્રધાનને રિસીવ કરવા ન જઈ શક્યો કેમકે હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો.’
PMનો રુટ બદલાયો તે અંગે કોઈ જ માહિતી ન હતીઃ પંજાબ CM
ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, ‘અમે PMOને ખરાબ હવામાનની સ્થિતિ અને વિરોધના કારણે યાત્રા રોકવાનું કહ્યું હતું. અમને વડાપ્રધાન મોદીના કાફલામાં એકાએક આવેલા ફેરફાર અંગે કોઈ જ સુચના અપાઈ ન હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ જ ગફલત નથી થઈ. જો આજે PM મોદીની મુલાકાત દરમિયાન કોઈ પણ ચૂક રહી હશે તો અમે તેની તપાસ કરાવીશું. વડાપ્રધાનને કોઈ જ ખતરો ન હતો.’
અનેક ટ્વીટ કરી ભાજપ અધ્યક્ષે કર્યા આક્ષેપો
નડ્ડાએ ટ્વીટ કરી દાવો કર્યો કે જ્યારે PM મોદીનો કાફલો રોડ પર ફસાયેલો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. નડ્ડાએ એક પછી એક અનેક ટ્વીટ કર્યા. તેઓએ લખ્યું, ‘પંજાબમાં આવતી ચૂંટણીમાં કારમી હાર ભાળી ગયેલી કોંગ્રેસની સરકારે PMનો કાર્યક્રમ રદ કરાવવા દરેક શક્ય એવા પ્રયાસો કર્યા. આવું કરતા સમયે તેઓને તે પણ યાદ ન આવ્યું કે PM મોદી ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના છે તેમજ વિકાસ કાર્યોની આધારશિલા મુકવાની છે.’
પંજાબની કોંગ્રેસ સરકારને આઝાદીના ચળવૈયા માટે કોઈ સન્માન નથી-જેપી નડ્ડા
પીએમ મોદીની સુરક્ષામાં ચૂકની ઘટના બાદ પંજાબની ચન્ની સરકાર મુસીબતમાં ફસાઈ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સીએમ ચન્ન પર નિશાન સાધવાનું શરુ કર્યું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પોતાની નીચી હરકતોથી પંજાબની કોંગ્રેસ સરકારે સાબિત કર્યું છે કે તેઓ વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે તેમના મનમાં કોઈ સન્માન નથી. . ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે જ્યારે પીએમ મોદીનો કાફલો ઓવરબ્રિજ પર ફસાયો હતો ત્યારે સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
20 મિનિટ સુધી PM મોદીનો કાફલો રસ્તા પર અટવાયો
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થતા ખળભળાટ મચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ઘટનાને ગંભીર નોંધ લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. ગૃહમંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી અને લગભગ પ્રધાનમંત્રી મોદી તથા તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
( વિડિઓ જોવા માટે ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=231231032524971 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!