AAP પર મોટી આફત / 7 કલાકમાં જ ત્રણ ઝટકા, સુવાળા બાદ મહેશ સવાણીએ પણ સાવરણો છોડ્યો, જુઓ ભાજપમાં જોડાવવા મુદ્દે આપ્યું મોટું નિવેદન : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે તેની ગણત્રીના કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું ધરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપમાંથી નિલમબેન વ્યાસ પણ આજે સવારે જ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આપમાંથી મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાનાં કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એક પછી એક દિગ્ગજોનાં રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચપદસ્થ નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી આપનાં ખુબ જ મહત્વા નેતા હતા. હાલમાં આપમાં મોટા પાયે ટાટીયા ખેંચ ચાલી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે મહેશ સવાણી કયા મુદ્દે નારાજ હતા તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે મહેશ સવાણી કયા પક્ષ સાથે જોડાય તે અંગે પણ ચિત્ર સ્પષ્ટ નથી. હાલમાં તો તેઓ આપ છોડી રહ્યા છે તેટલી જ માહિતી છે. આ ઉપરાંત તેમને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું.

વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બીજી બાજુ જ્યારે મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને ભાજપ મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ VS24 NEWS એ તેમને ઈન્ટરવ્યૂમાં પુછ્યું કે તમને ભાજપમાં જોડાવા માટે ઓફર મળે તો… તે સવાલના જવાબમાં મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી.

આપ નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આપ નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટેસમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંતી રાજીનામું આપું છું.

તેમણે જણાવ્યું હતું કે રાજકારણ એટલે સેવા કરવાનો મોકો મળે ત્યાં લોકો કામ કરે છે. વિજયભાઈ એક કલાકાર છે, અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતો નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ છે. સવાણીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે ભુવાજી તો કહેતા હતા કે મારી પાછળ લાંબી લાઈન થશે. તેના પર સવાણીએ કહ્યું કે એતો આવનારા સમય બતાવશે, હું અત્યારે તેના પર કંઈ ના કહી શકું. તમામ લોકો પોતાના વિચારો પ્રમાણે કામ કરે છે અને તે પાર્ટીમાં જોડાય છે.

રાજીનામું આપવા પાછળ શું આપ્યું કારણ?
સેવાકીય પ્રવૃત્તિ, બિઝનેસ, દીકરીઓને સમય ન આપી શકવા અને સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું હોવાની મહેશ સવાણીએ વાત કરી છે. મહેશ સવાણીએ કહ્યું કે, હું લોકસેવામાં માનુ છું. લાંબા સમયથી તબિયત સારી રહેતી નથી. પક્ષમાં જોડાયા પછી હું સેવાના કામમાં સમય નથી આપી શકતો. હું મારા પરિવારને સમય નથી આપી શકતો. મારી દીકરીઓએ કહ્યું તમે સમય આપી શકતા નથી. સેવાનું કામ રાજકારણમાં થઇ શકતું નથી. રાજકારણમાં જઇ કંઇક સારા કામ કરવા હતા. મારી લીમીટમાં કામ કરું છું તે યોગ્ય છે. મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું, પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો.

હું સેવા માટે પણ ભગવાન પાસે જોડાવું પડે પણ તૈયાર છુંઃ મહેશ સવાણી
વધુમાં તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે, મારી લિમીટમાં કામ કરું છું તે યોગ્ય લાગે છે, હું દોડાદોડી નથી કરી શકતો, હું સમય નથી આપી શકતો. હું હંમેશા સેવા સાથે જોડાઇશ. ભાજપ કે કોંગ્રેસ સેવા કરતા હશે, બધાને સાથે લઇને ચાલવું. શાસક પક્ષ ભાજપ છે ત્યારે હાલ મને કોઇ હોદ્દા કે મંત્રી થવાનો મોહ નથી. આમ આદમી પાર્ટીમાં સીએમના ચેહરા તરીકે લોકોએ મને પ્રોજેક્ટ કર્યો છે, હું જાતે તો પ્રોજેક્ટ નથી થયો. હું સેવા માટે પણ ભગવાન પાસે જોડાવું પડે પણ તૈયાર છું. હું સેવાનો માણસ છું, રાજનીતિનો માણસ છું. ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, એ સમયની વાત છે. તે સમયની વાત છે. સેવાની મારી જ્યા પણ જરૂર હોય, તમામ પ્રોગ્રામ હોય છે, ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યા છે.

રાજીખુશીથી રાજનામું આપું છુંઃ મહેશ સવાણી
વધુમાં કહ્યું કે, હું જ્યારે જોડાયો ત્યારે મે ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે, હાલ પણ મારા માટે ખુલ્લો પ્લોટ જ છે. આપમાં હું આગળ નહીં ચાલી શકું. મારો બિઝનેસ અને તબિયત અને સેવાના કામમાં ડિસ્ટર્બ થાઉ છું. એટલે હું રાજીખુશીથી રાજીનામું આપું છું.

મારા પર કોઇ દબાણ નથી, પરિવારને સમય ન આપી શકતા નિર્ણય લીધોઃ મહેશ સવાણી
તેમણે કોઇ દબાણથી રાજીનામું આપ્યું છે કે કેમ તે અંગે સવાણીએ કહ્યું કે, મને કોઇ બીક, પ્રેશર કે દબાણ નથી. હું તેમાં રહી શકું તેવો માણસ જ નથી. હું જે કરી શકું તે કરવા ટેવાયેલો છું. મને એવું લાગ્યું કે પરિવારને સમય નથી આપી શક્યો, ડિસેમ્બરમાં લગ્ન બાદ પણ સમય નથી આપી શકતા. તેથી મે આ નિર્ણય લીધો છે.

દારૂકાંડ બાદ ઈમાનદાર નેતાઓ પાર્ટી છોડવા લાગ્યા?
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કમલમમાં 20 ડિસેમ્બરે થયેલા ઘર્ષણ બાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે આપના નેતાઓ પર દારૂ પીને છેડતી કરવાના આક્ષેપ કર્યા હતા. તેમજ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. આ ઘટનાના એક મહિનામાં જ હવે નવો રાજકીય વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીને દારૂકાંડ નડી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આપના બે મોટા નેતા ગણાત

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/-QVKzJZE8IA )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.