આવા નફ્ફટથી સાવધાન / નરાધમ પુજારીએ હદ વટાવી, સગીરાને બ્લેકમેલ કરી જાતીય શોષણ કર્યું, પછી કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હતો.

ખંભાતના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશનો પુજારી અમરનાથ વેદાંતી પુજા પાઠ કરતો હતો. ગામમાં આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં શ્રેમજીવી પરિવારની સગીરા 6 માસ અગાઉ મંદિરમા કચરા પોતાનુ કામ કરવા આવતી હતી.

સગીરાને જોઇને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને સગીરાનો એકલતાનો લાભ લઇ તેને 6 મહિના અગાઉ બરજબરી કરી હતી. આરોપી પુજારી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા, જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરીક સંબંધ બાંધતો હતો.

છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો આણંદ સાઇબર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે પુજારી વિરુધ્ધ ગુનો નોંધી પૂજારીને કોર્ટ સમક્ષ હાજર કરી હાલ જુડીસ્યલ કસ્ટ્ડીમાં લઇ જેલ ભેગો કરાયો છે.

પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂા. 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.