મહાવિવાદ / રાહુલ ગાંધીએ કર્યુ એવું ટ્વિટ કે ભાજપ લાલઘૂમ, જવાબ આપવા કેન્દ્રના મંત્રીઓ મેદાને પડ્યા

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જુલાઈ આવી ગયો છે. પરંતુ વેક્સિન આવી નથી.

  • કોરોના વેક્સિન સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર કટાક્ષ
  • જુલાઈ મહિનો આવી ગયો છે, પરંતુ વેક્સિન આવી નથી
  • રાહુલ ગાંધીના ટ્વિટ બાદ કેન્દ્રીય પ્રધાનનો સણસણતો જવાબ

કોરોના વેક્સિન સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જુલાઈ આવી ગયો છે. પરંતુ વેક્સિન આવી નથી. રાહુલ ગાંધી છેલ્લાં ઘણાં મહિનાથી કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે. તેમણે સરકારને અપીલ કરી છે કે દેશના દરેક નાગરિકને તાત્કાલિક ઢબે કોરોના વેક્સિન લગાવવામાં આવે. જેનાથી આગામી સમયમાં કોરોના મહામારીથી બચાવી શકાય. રાહુલના આ ટ્વિટ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલે કોંગ્રેસ નેતાઓ પર વેક્સિન મુદ્દે નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવાની અપીલ કરી છે.

અજ્ઞાનતાના વાયરસ માટે કોઈ વેક્સિન નથી: ડૉ. હર્ષવર્ધન
રાહુલ ગાંધીના વેક્સિનવાળા ટ્વિટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને જવાબ આપતા કહ્યું, કાલે મેં જુલાઈ મહિનામાં વેક્સિનની ઉપલબ્ધતા અંગે માહિતી આપી છે. રાહુલ ગાંધીની સમસ્યા શું છે? શું તેઓ વાંચતા નથી? કે પછી તેઓ સમજતા નથી? અભિમાન અને અજ્ઞાનતાના વાયરસ માટે કોઈ વેક્સિન નથી. કોંગ્રેસે પોતાના નેતૃત્વ અને પાર્ટીના સંચાલન પર ધ્યાન આપવાની જરૂર છે.

નિમ્ન કક્ષાની રાજનીતિનું પ્રદર્શન અયોગ્ય: ગોયલ
જ્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલે રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપ્યો છે. ગોયલે લખ્યું કે, વેક્સિનનો 12 કરોડ ડોઝ જુલાઈ મહિનામાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલના પુરવઠાથી અલગ છે. રાજ્યોને 15 દિવસ પહેલાં જ પુરવઠા અંગે સુચના આપી દીધી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સમજવુ જોઈએ કે કોરોના સામેની લડાઈમાં ગંભીરતા દાખવવાને બદલે નિમ્ન કક્ષાની રાજનીતિનું પ્રદર્શન કરવુ યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published.