જામનગરના વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકગાયક રાજભા ગઢવી, નિરંજન પંડ્યા અને ફરિદા મીરના ડાયરામાં લોકોએ ચલણી નોટનો વરસાદ કરતા કલાકારોના સ્ટેજ પર ચલણી નોટના ઢગલાં જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું આયોજન હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવું ભાગ્યે જ બને. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન થાય છે ત્યારે લોકો મનમૂકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે. આવાજ દ્રશ્યો જામનગર નજીક વિભાપર ગામમાં યોજાયેલા લોકડાયરામાં જોવા મળ્યા હતા.
વિભાપર ગામે જય વછરાજ ગો સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ઉત્સવ ભૂમિપૂજન, પંચકુંડી યજ્ઞ, સન્માન સમારોહ મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર નિરંજન પંડ્યા, ફરીદા મીરે સંતવાણી દ્વારા ડાયરા રમઝટ બોલાવી હતી ત્યારે રાજભા ગઢવી ચારણી સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ ની પણ રમઝટ બોલાવી હતી ત્યારે લોકોએ મન મૂકીને લોકડાયરામાં ચલણી નોટોના રૂપિયાનો વરસાદ કર્યો હતો.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/11/08-with-vo_1646991406/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!