રાજકોટવાસીઓને શેનું ટેંશન છે? / ખાઈ-પીને જલસા કરવામા માનતા રાજકોટિયન્સને કેમ મરવાના વિચાર આવે છે? જુઓ 5 વર્ષનો આત્મહત્યાનો આંકડો જાણીને તમને ચક્કર આવી જશે

રાજકોટ

રાજકોટમાં આત્મહત્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રંગીલું રાજકોટ જાણે આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2104 લાકોએ આત્મહત્યા કરી છે. એક અઠવાડિયામાં સરેરાશ 12થી 13 આપઘાતના કિસ્સા સામે આવે છે. મહત્વની વાત એ પણ છે કે, પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આત્મહત્યા કરે છે. રાજકોટમાં છેલ્લા સાત દિવસમાં 12થી વધુ આત્મહત્યાના કેસ સામે આવ્યા છે.

લોકોને અકાળે આત્મહત્યા કરવા બચાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન 2 વર્ષથી કાઉન્સેલિંગ સેન્ટર ચલાવી રહ્યું છે. જેમાં આત્મહત્યાના વિચારો આવનારા અઠવાડિયે 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે. રાજકોટમાં આત્મહત્યાનો આંકડો ચોંકાવનારો છે. જેના અનેક કારણો છે. મુખ્યત્વે કારણોમાં આર્થિક ભીંસ, પ્રેમ સંબંધ અને ઘર કંકાસ મુખ્ય કારણો છે.

પારિવારિક ઝઘડાને કારણે આત્મહત્યા કરનારા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આ વિશે મનોવિજ્ઞાન ભવન દ્વારા જાણવા મળ્યુ કે, તેમની પાસે અઠવાડિયામા 20 થી 22 લોકો એવા આવે છે, જેઓ આત્મહત્યાના વિચારોથી પીડાય છે. જેઓ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરવા માંગે છે. જેમનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ.

હાલ રાજકોટમાં સૌથી વધુ ચર્ચા જગાવનાર આત્મહત્યાનો કિસ્સો રહ્યો હોય તો તે પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ આપઘાતનો છે. પ્રોપર્ટીમાં ડખાને મામલે કરોડો રૂપિયા ફસાતા રાજકોટના પાટીદાર અગ્રણીએ ચાર પાનાની સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હતી. જે બતાવે છે કે રાજકોટમાં પૈસાદાર વર્ગ પણ ભીંસમા છે.

  • 2016 માં 408 આત્મહત્યા
  • 2017 માં 434 આત્મહત્યા
  • 2018 માં 438 આત્મહત્યા
  • 2019 માં 403 આત્મહત્યા
  • 2020 માં 421 આત્મહત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.