દેશમાં ફરી ખેડૂત આંદોલનના ભણકારા / સરકારના આ વલણથી રાકેશ ટિકૈતે કર્યું મોટું એલાન, જુઓ હવે કરશે એવું કે સરકાર થઇ જશે દોડતી…

ઇન્ડિયા

સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું ત્યારે ખેડૂત આંદોલન પૂરું થયું હતું. જગતના તાત 1 વર્ષથી પણ વધુ સમય બોર્ડર પર આંદોલન કર્યું ત્યારે સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી ત્યારે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યું હતું. પરંતુ હવે ફરીવાર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે.

તેઓએ જણાવ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. વધુમાં જણાવ્યું કે, ‘સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે.’

એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, તમને જણાવી દઇએ કે, ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા સાથે ખેડૂતોએ સરકાર પાસે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) ના કાયદા સહિત અનેક માંગણીઓ કરી હતી.

ત્યારે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધું ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો નથી ભૂલ્યા. વ્યાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે એમએસપી જેવાં મુદ્દાઓ પર સરકાર દ્વારા હજુ સુધી કંઈ જ નથી કરવામાં આવ્યું.

બીજી બાજુ મુઝફ્ફરનગરમાં મહાવીર ચોક સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠકમાં કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌનએ જણાવ્યું છે કે, ‘કાર્યકરો ભેગાં થઈ જાવ. સરકાર વિરુદ્ધ ફરીથી લાંબો સંઘર્ષ કરવો પડશે.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.