અરરર / બળાત્કારના ગુનામાં દોષિત રામ રહીમ પેરોલ પર બહાર આવીને કરી રહ્યા છે એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પેરોલ પર જેલમાંથી બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. રામ રહીમના સત્સંગમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. આ સત્સંગમાં કેટલાક નેતા પણ રામ રહીમના આશીર્વાદ લેવા માટે પહોચી ગયા હતા. રામ રહીમે ઉત્તર પ્રદેશના બાગપતથી ઓનલાઇન સત્સંગ કર્યુ હતુ.

આ સત્સંગમાં નેતાઓની લાઇન લાગી હતી અને તે બાદ હરિયાણામાં રાજકીય વિવાદ થયો હતો. સત્સંગ દરમિયાન હરિયાણાના કરનાલ જિલ્લાના પંચાયત ચૂંટણીમાં ઉભા થનારા ઉમેદવારોએ પણ આશીર્વાદ લીધા હતા.

સત્સંગમાં ભાજપના કેટલાક નેતા પણ સામેલ થયા હતા. જેમાં મહાનગરપાલિકાના મેયર રેણુ બાલા ગુપ્તા, જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર રાણા, ડેપ્યુટી મેયર નવીન કુમાર અને રામ રહીમના સત્સંગમાં પોતાની હાજરી લગાવી હતી સાથે જ કરનાલમાં આવવાનું આમંત્રણ પણ આપ્યુ હતુ.

મર્ડર અને યૌન શોષણમાં સજા કાપી રહેલા રામ રહીમ સામે ભાજપના નેતાઓનું નતમસ્તક થવુ ચર્ચાનો વિષય બની ગયુ છે. સાથે જ ચૂંટણીમાં ફાયદો લેવા માટે રામ રહીમને પેરોલ આપવાની પણ ચર્ચા છે. જોકે, ભાજપના નેતાઓએ રામ રહીમ સાથે કોઇ રીતનું કનેક્શન ના હોવાનું નિવેદન આપ્યુ છે.

સીનિયર ડેપ્યુટી મેયરે કહ્યુ, બાબાજીનું સત્સંગ હતુ, તેમની સાથ સંગતે સત્સંગમાં બોલાવ્યા હતા અને યૂપીથી ઓનલાઇન સત્સંગ કર્યુ હતુ. બોલાવા પર પહોચીને સંગત સાથે મળવાનું થયુ હતુ. મારા વોર્ડના ઘણા લોકો બાબા સાથે જોડાયેલા છે, તેમનો કાર્યક્રમ હતો. અમે સામાજિક રીતે કાર્યક્રમમાં પહોચ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણીનો કોઇ સબંધ નથી.

ડેપ્યુટી મેયર નવીને કહ્યુ, કરનાલનું મોટુ સત્સંગ હતુ. જે સત્સંગના વિશે સૂચના મળી, તે ત્યા પહોચી ગયા છે. ચૂંટણીમાં જીતવા માટે રામ રહીમનો આશીર્વાદ લેવાના સવાલ પર નવીને કહ્યુ કે જનતાએ તેમણે પોતાના વોર્ડથી ચૂંટ્યા છે, જનતા જ આ વસ્તુનો નિર્ણય કરે છે. જનતાનો આશીર્વાદ હોવો જરૂરી છે.

હરિયાણાના જેલ મંત્રી રંજીત સિંહે આ મામલે પ્રક્રિયા આપતા કહ્યુ, પેરોલ પર કોઇ બહાર આવે છે, જો તે સારો સ્વિમર છે તો સ્વિમિંગ કરશે, ગોલ્ફનો ખેલાડી છે તો ગોલ્ફ રમશે, તેના જીવનને તો આપણે ચેક કરી શકતા નથી. જ્યા સુધી આપણા જેલ મંત્રાલયનું કામ છે અમારૂ કામ છે જેલમાં તેમના પર નજર રાખવી, તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ, તેના ખાવા-પીવાની વ્યવસ્થા કરવી, તેની સુરક્ષા કરવી.

જેલની ચાર દિવારી બહાર અમારી કોઇ ડ્યૂટી બનતી નથી. પેરોલ કૉમ્પિટન્ટ ઓથોરિટી આપે છે અને ઓર્ડર સેશન્સ જજ આવે છે. અમારૂ કામ માત્ર તેની રખવાળી કરવાનું છે. જો કોઇ બહાર ગયુ તો આગળ ઓથોરિટીનું કામ છે, તેને લઇને જશે અને જ્યારે પરત આવશે તો અંદર અમારો વિભાગ સંભાળી લેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *