અત્યારે જ આશીર્વાદ લો / સૌરાષ્ટ્રના આ ગામમાં હાજરાહજૂર છે રામદેવપીર, જુઓ દર્શન કરતાં જ ભક્તોના દુઃખ અને દર્દ થાય છે દૂર, જાણો મંદિરનો ઇતિહાસ

ધર્મ

આપણા દેશ ભારતની ભૂમિને પવિત્ર દેવી દેવતાઓની ભૂમિ માનવામાં આવે છે. ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે. આજે પણ દરેક મંદિરમાં દેવી અને દેવતાઓ સાક્ષાત બિરાજમાન હોય છે. તેથી ભક્તો તેમના જીવનના તમામ દુ:ખ દૂર કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે.

આજે અમે તમને એક એવા જ મંદીર વિશે જણાવીશું જ્યાં આજે પણ રામદેવપીર હાજરાહજૂર છે. ગુજરાત માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બજુડ ગામની અંદર એક મંદિર આવેલું છે. જ્યાં રામદેવપીર મહારાજ સાક્ષાત બિરાજમાન છે. મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

ભાવનગરના ખજુરી ગામમાં આવેલા રામદેવપીર ના મંદિરની વાત કરીએ તો મંદિર પહેલા એક નાની ડેરી હતી. જ્યાં રામાપીર મહારાજ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા. નાની ડેરીની બાજુમાં હવે રામાપીર મહારાજનું મોટું મંદિર બનેલું છે. જેની વાત કરીએ તો રામાપીર મહારાજ આજે પણ લોકો ને પોતાના પરચા બતાવે છે.

રામદેવપીર મહારાજમાં મૂકેલી દરેક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમના તમામ ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. રામદેવપીર ના મંદિરની અંદર ચઢાવવામાં આવતું દૂધ ક્યારે પણ બગડતું નથી અને તેને દૂધને પ્રસાદીના રૂપમાં આપવામાં આવે છે. આ પ્રકારનો ચમત્કાર ફક્ત રામદેવપીર મહારાજ પર જ હતો.

રામદેવપીર મહારાજ ના આશીર્વાદ થી જેટલા નિઃસંતાન દંપતિઓ મંદિરમાં તેમના સાચા મનથી દર્શન કરવા આવ્યા છે તેમને રામદેવપીર બાપાના આશીર્વાદથી ઘરમાં પારણું બંધાયું છે. તો બોલો રામદેવપીર બાબા ની જય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.