ઈન્ટરનેટ સન્સેશન રાનુ મંડળનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે દુલ્હનના કપડા પહેરીને જોવા મળી રહી છે. ફેસબુક અને યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાનુ મંડલને લાલ સાડી અને જ્વેલરી પહેરીને બંગાળી દુલ્હનના રૂપમાં જોઈ શકાય છે.
આ વીડિયોમાં તે વાયરલ થઈ રહેલા બંગાળી ગીત કચ્ચા બદામ ગાતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મગફળી વિક્રેતા ભુબન બડિયાકરનું આ ગીત થોડા દિવસો પહેલા ઓનલાઈન ટ્રેન્ડ થઈ રહ્યું હતું. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાનૂ મંડલ દુલ્હનના રૂપમાં કચ્ચા બદામ ગીત ગાતી જોવા મળી રહી છે. આ વીડિયો કોણે રેકોર્ડ કર્યો તે હજુ જાણવા નથી મળ્યું.
જોકે દર વખતની જેમ આ વખતે પણ રાનૂ મંડલનો આ વીડિયો પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જાન્યુઆરીમાં રાનુ મંડળનું કચ્ચા બાદામ ગીત ગાતા એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
જણાવી દઈએ કે રાનૂ મંડલનો 2019માં 1972નું ગીત એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતા એક વીડિયો વાયરલ થયો હતો જ્યાર બાદ તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી. તેમને પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર એક યુવા એન્જિનિયર અતીંદ્ર ચક્રવર્તીએ જોયા હતા. તે અચાનક પોપ્યુલર થઈ ગઈ અને હિમેશ રેશમિયાની ફિલ્મ હૈપ્પી હાર્ડી એન્ડ હીર માટે ગીત પણ ગાયું હતું.
Kacha badam ft ranu mondal
😭😂#TejRan pic.twitter.com/ROboNTNXuA— 𝓐𝓱𝓪𝓷𝓪 𝓓 (@ahana_d9) April 13, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!