અરરર / એક બાજુ પુરુષો બળાત્કાર કરી રહ્યા હતા અને ત્યાં હાજર મહિલાઓ ઉકસાવી રહી હતી, જુઓ પછી પોલીસે કર્યું  જાણીને તમે ચોંકી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દિલ્હીમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યા બાદ જૂતાની માળા પહેરીને ફેરવવા બદલ સાત મહિલાઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શાહદરા પોલીસે મહિલા સાથે દુષ્કર્મ બદલ 9 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ 2 સગીરોની ધરપકડ કરી છે.

આ સિવાય સીસીટીવી ફૂટેજના આધારે 15 લોકોની ઓળખ પણ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, પાંચ ટીમો સતત દરોડા પાડી રહી છે જેથી આરોપીઓને વહેલી તકે પકડી શકાય. ઉલ્લેખનીય છે કે, પૂર્વ દિલ્હીના કસ્તુરબા નગરમાં એક મહિલાનું કથિત રીતે અપહરણ અને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

આ પછી, મહિલાના ચહેરા પર કાળો રંગ લગાવી તેને ચંપલનો હાર પહેરાવવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષની પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તે આનંદ વિહારમાં તેના પતિના ઘરે રહેતી હતી, જ્યાં કસ્તુરબા નગરમાં તેની માતાના ઘર પાસે રહેતા આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના પરિવારનો છોકરો અને પીડિતા મિત્ર હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ‘આરોપી પરિવારના છોકરાએ ગયા વર્ષે નવેમ્બરમાં આત્મહત્યા કરી હતી અને તેનો પરિવાર હવે પીડિતા પર આરોપ લગાવી રહ્યો છે, તેઓએ કથિત રીતે મહિલા પર બદલો લેવા માટે તેનું અપહરણ કર્યું હતું, તેઓ તેને પાઠ ભણાવવા માંગે છે.’

અધિકારીઓએ ખુલાસો કર્યો કે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેઓએ પીડિતાને બદનામ કરવા માટે જાતીય શોષણ કર્યું અને પછી જાહેરમાં અપમાન કર્યું. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં અપહરણ અને સામૂહિક બળાત્કાર સહિત ભારતીય દંડ સંહિતાની 12 કલમો ઉમેરવામાં આવી છે સાથે જ પીડિતાના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર અને DCW પ્રમુખ સ્વાતિ માલીવાલે આ ઘટનાની નિંદા કરી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે થઈ? હું કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ઉપરાજ્યપાલને વિનંતી કરું છું કે પોલીસને કડક કાર્યવાહી કરવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર ધ્યાન આપવાનો નિર્દેશ આપે.

દિલ્હીવાસીઓ આવા ઘૃણાસ્પદ અપરાધને કોઈપણ કિંમતે સહન કરશે નહીં. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, “તેમનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ડ્રગ હેરફેરમાં સામેલ લોકો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.” પીડિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેની સાથે યૌન શોષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલાઓ ત્યાં હાજર હતી અને પુરુષોને ઉશ્કેરતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.