પરિવારનો માળો વિખાયો / માં ખોડલના દર્શને મુંબઈથી રાપર જતા પરિવારને થયો કાળનો ભેટો, જુઓ અક્સ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત અને બે ઘાયલ

ગુજરાત ટોપ ન્યૂઝ

વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલા પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આપવાની સાથે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. હળવદ હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મુંબઇથી પોતાના માદરે વતન કચ્છના રાપર તાલુકાના દેશલપર ગામે આઠમ ભરવા જઇ રહેલા પટેલ પરિવારના પાંચ પરિવારજનોની ફોર્ચ્યુનર ગાડીને હળવદના ધજાળા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં 2 મહિલાઓ સહિત કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

ગાડીના ચાલક સહિત અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ગાડીમાં સવાર કોઇ વ્યક્તિ આ ઘટના કેવી રીતે બની એ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા એમના પરિવારજનો હળવદના દેશલપુર ગામેથી હળવદ આવવા નીકળી ગયા છે. એ લોકો હળવદ પહોંચ્યા પછી જ આખી ઘટના કેવી રીતે બની એની સવિસ્તાર માહિતી મળી શકે. હાલ તો હળવદ પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઇ ઇજાગ્રસ્તોને મળી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે હળવદ પીએસઆઈ મથુકિયાએ જણાવ્યું કે, મૂળ કચ્છના રાપર તાલુકાના વતની કચ્છ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વસ્તા નારણભાઇ પટેલને એમનો દિકરો રમેશ વસ્તાભાઇ પટેલ સહિત તેમના પરિવારજનો કચ્છના દેશલપર ગામે મુકવા જતા હતા. ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે એમની ફોર્ચ્યુનર ગાડીને ગોઝારો અકસ્માત નડ્યો હતો.

આ વિષે પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈના મલાડ ખાતે રહેતા રમેશભાઈ પટેલ ધાર્મિક અને દાનવીર વ્યક્તિ હતા. સદગત ગરીબોને કાયમ આર્થિક મદદ માટે તત્પર રહેતા હતા. દેશલપર ખાતે તેમન સહયોગ દ્વારા ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાંધકામ વ્યવસાય ધરાવતા રમેશભાઈ મલાડ ખાતે આયોજિત નવરાત્રી આયોજનમાં મહત્વનો ભાગ ભજવતા અને દેશલપર સ્થિત મોમાય માતાજીના મંદિરે યોજાતા વાર્ષિક મેળામાં જમણવારના મુખ્ય દાતા રહેતા.તેમના આકસ્મિક અવસાન થતાં સમગ્ર વાગડ પાટીદાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સદગત રમેશભાઈને ચાર દીકરી બાદ એક વર્ષ પૂર્વેજ પુત્ર પ્રાપ્તિ થઈ હતી. આ અકસ્માતના કારણે પાંચ સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે. બીજી એક વાત એ પણ જાણવા મળી હતી કે તે દર માસની આઠમ પર વતન દેશલપર ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ટ્રેન મારફતે આવતા જ્યારે આ વખતે તેઓ કાર દ્વારા આવી રહ્યા હતા ત્યારે કાળનો કોળીયો બની જતા કચ્છ , વાગડ અને મુંબઈ વાગડ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. બનાવના પગલે સ્થાનિક અને મુંબઈ સહિતના લોકો હતભાગી પરિવારની મદદ અર્થે હળવદ ખાતે પહોંચી ગયા છે.

આ અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. તેમજ જે દાદાને મૂકવા પરિવારજનો માદરે વતન જઇ રહ્યાં હતા તે વસ્તાભાઇ નારણભાઇ પટેલનો આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જ્યારે એમના દિકરા રમેશ વસ્તાભાઇ પટેલ અને ગાડીમાં સવાર એમના પરિવારની બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગાડી ચાલક યુવાન રૂત્વીક પટેલનો પણ આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *