ભારે કરી / સુરતમાં રત્નકલાકારે ધોરણ 10માં ભણતી યુવતીને ઘરે બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, જુઓ નરાધમે દુષ્કર્મ આચરી થયું એવું કે ફૂટ્યો ભાંડો

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના કાપોદ્રા(Kapodra)માં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી મળવા બોલાવી દુષ્કર્મ(Mischief) આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લગ્નની લાલચ આપીને સગીરાને યુવક મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો.

સગીર છોકરી કરિશ્મા(નામ બદલ્યું છે) સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે તે ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થવાને કારણે કિશોરીના પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીએ દુષ્કર્મની ફરિયાદમા જણાવ્યું છે કે, ચેતને તેણીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી.

વધુમાં સગીરા કરિશ્મા(નામ બદલ્યું છે)એ ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, આજથી બે મહિના પહેલા હું નીચે દૂધ લેવા જતી ત્યારે અમારા ઘરની નીચે ના ભાગે જયદીપ નામનો છોકરો રહે છે તેમને ચેતન દીપકભાઈ અગ્રવાત મળવા આવતો હતો. ત્યારે તે મને જોઈ જતા દરરોજ બજારમાં કે સ્કૂલમાં જતી ત્યારે મારી પાછળ પાછળ આવતો હતો.

( દુષ્કર્મ આચરનાર- ચેતન અગ્રાવત )

આ દરમિયાન ચેતન અગ્રવાતે તેનો મોબાઈલ નંબર મને આપ્યો હતો અને અવાર-નવાર ફોન ઉપર વાત કરતી હતી. જ્યારે ચેતન અગ્રાવત (રહે. રાધાક્રિષ્ન સોસાયટી, ખોડીયાર નગર રોડ) એ મને કહ્યું હતું કે હું તારી સાથે જ લગ્ન કરીશ. જેથી મેં પણ આ ચેતન અગ્રવાતને તારી સાથે લગ્ન કરીશ એવું કહ્યું હતું અને ચેતન મને મળવા પણ બોલાવતો હતો. આ દરમિયાન એક વાર હું તેમની સાથે સુરત ડુમસ ખાતે આવેલ વીઆર મોલમાં ફરવા ગયેલી જ્યારથી મારે અને ચેતન અગ્રવાતની સાથે એકદમ નજીકના પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા.

ત્યારબાદ તારીખ 6-2-2022ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારે ચેતન ઘરે એકલો હતો. ત્યારે તેણે મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો છું. ત્યાંરે મેં તેને કહ્યું કે, હું નાની છું હાલ લગ્ન નહીં થાય. કેમ કહેવા છતાં પણ છે ચેતને મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ટૂંકમાં કહીએ તો ચેતને કિશોરીને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદ તેની સાથે બદકામ કરી કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ચેતન અગ્રવત ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.