માતા મોગલ નો મહિમા અપરંપાર છે આજ સુધીમાં હજારો ભક્તોને માતાનો પરચો મળી ચૂક્યો છે. ભક્ત ગમે એટલો દૂર બેઠો હોય જ્યારે પણ તે માતાને દિલથી યાદ કરે છે ત્યારે માતા તેની મદદ કરવા હાજર હજૂર થઈ જાય છે. આ વાતની અનુભૂતિ અનેક ભક્તો કરી ચૂક્યા છે અને તેઓ માતાનો સાક્ષાતકાર થતાં જ મોગલ ધામ પણ પહોંચી આવતા હોય છે.
માતા મોગલ નો મહિમા અપરંપાર છે. તેમના ભક્તોની મુશ્કેલી તેઓ તુરંત જ દૂર કરી દેતા હોય છે. અનેક ભક્તો માતાને યાદ કરીને જે પણ મનોકામના વ્યક્ત કરે છે તે અચૂક પૂરી થાય છે. માતા મોગલના ધામમાં નાત જાતના ભેદ વિના દરેક ભક્ત આવી શકે છે. ઘણા એવા લોકો છે જેમને માતાનો સાક્ષાત્કાર થયો હોય.
આજે પણ એક આવા જ યુવાન વિશે જણાવીએ જેને માતાનો સાક્ષાતકાર થયો અને તે અમેરિકાથી ભારત આવ્યો અને તુરંત જ મોગલમાના દર્શન કરવા પહોંચી ગયો હતો. આ યુવકે પોતાના દીકરા માટે માતા મોગલની માનતા રાખી હતી. તે જ્યારે મોગલ ધામ આવ્યો ત્યારે તેણે તેની પાસે 42 હજાર રૂપિયા રાખ્યા હતા. તે સૌથી પહેલા મોગલમાના દર્શન કરવા ગયો અને પછી મણીધર બાપુને મળ્યો.
મણીધર બાપુએ તેને પૂછ્યું હતું કે તેણે શેના માટે માનતા રાખી હતી. તેણે કહ્યું કે તેણે પોતાના દીકરાનું કામ સારી રીતે થાય તે માટે માનતા રાખી હતી અને માનતા પૂરી થતાં તે તુરંત જ દર્શન કરવા આવ્યો છે. સાથે જ તેને પૈસા પણ મણીધર બાપુને આપ્યા.
પરંતુ મણીધર બાપુએ બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહી દેજો કે આ રૂપિયા તેના ઘરની દીકરીને આપી દેવામાં આવે તેનું જે કામ સરળતાથી થયું છે તે માતા મોગલ પર રાખેલી શ્રદ્ધાના કારણે છે તેના માટે મંદિરમાં ધન દોલત આપવાની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!