નિર્દયી, નિર્મમ, નિષ્ઠુર માતાની ક્રૂર કરતૂત / 9 મહિનાનું બાળક રડી રહ્યું હતું, માતાએ પેટમાં મુક્કા માર્યા અને ઉઠાવી ઉઠાવીને પછાડ્યો : જુઓ કળયુગી માતાનો વિડિઓ

ઇન્ડિયા

જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે, જેના આધારે તેની ધરપકડ કરી છે. વીડિયોમાં આ મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રૂરતાથી માર મારતી જોવા મળે છે. તેને ઉઠાવી ઉઠાવીને ફેંકી રહી હતી અને બાળક સતત રડી રહ્યું હતું. આ વીડિયો એટલો ભયાનક છે કે તેને જોઈને ભલભલાની રુંવાડાં ઊભાં થઈ જશે.

45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચૂપ કરાવે છે, પરંતુ તે ચૂપ નથી થતો. એને કારણે મહિલા તેને ક્રૂરતાપૂર્વક માર મારે છે. તેના ચહેરા પર તમાચા પણ મારે છે. તેને ઉપાડી ઉપાડીને એક વખત નહીં, પણ ત્રણ વખત પછાડે છે. તેની સામે બીજી એક મહિલા પણ બેઠેલી જોવા મળી છે, જે પણ તેને અટકાવતી નથી. વીડિયો બનાવનારી વ્યક્તિ પણ રૂમમાં જ બેઠી છે, જે આ ક્રૂર મહિલાનો નજીકની જ છે.

બાળકને માર મારવાનો વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં ભારે રોષ છે અને પ્રતિક્રિયા વ્યક્ત કરતાં આરોપી મહિલાની ધરપકડની માગ કરી હતી. પોલીસે વાઇરલ વીડિયોને સાચો છે કે નહીં એ અંગે ખરાઈ કર્યા બાદ આરોપી મહિલાની ધરપકડ કરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/13/89-kid-hatya-prithvy1_1649867619/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.