હજી કરો પોલીસની કોપી / અમદાવાદમાં કાર પર પોલીસ અધિકારી જેવી રેડ-બ્લ્યુ લાઈટ લગાવીને રોફ મારવો ભારે પડ્યો, જુઓ પોલીસે પકડીને કર્યો એવો હાલ કે….

અમદાવાદ

શહેરના નિકોલ વિસ્તારમાં રોફ જમાવવા માટે ગાડી પર લાલ-વાદળી રંગની લાઈટ લગાવીને ફરવું એક યુવકને ભારે પડ્યું. પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ઘટનાની વિગતો મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિકોલ-કઠવાડા ગામ વચ્ચેના રસ્તામાં વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કઠવાડા-સિંગરવા રોડ તરફથી મોડી રાત્રે એક કાર આવી રહી હતી. જેના પર પોલીસ અધિકારીના વાહનો પર લાગતી બ્લુ-રેડ રંગ જેવી ડિજિટલ લાઈટ લગાવેલી હતી. જેથી શંકાના આધારે પોલીસે કારને રોકી હતી.

પોલીસ દ્વારા યુવકને કારમાંથી ઉતારીને તેની પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ રૂપેશ બારોડ જણાવ્યું હતું. તેની પાસે પોલીસે પોતે પોલીસ અધિકારી હોય તો આ અંગેનું ઓળપત્ર માંગ્યું હતું. જોકે તેની પાસેથી કોઈપણ પોલીસ અધિકારીના હોદ્દાનું ઓળખપત્ર મળ્યું નહોતું. જે બાદ પોલીસનો રોફ મારવા કાર પર બ્લ્યુ-રેડ લાઈટ લગાવીને ફરતા ચાલક વિરુદ્ધ IPCની કલમ 177 તથા 188 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *