AAPના પ્રદેશ નેતા આવ્યા મેદાનમાં / “આપ” પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે કરી આ મોટી માંગ, જુઓ કહ્યું કંઈક આવું

Uncategorized

પોલીસ કર્મીઓ ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે આ પોલિસ કર્મીઓની માંગણી માં એએસઆઈ, કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ ને જે ગ્રેડ પે આપવામાં આવે છે તેમાં વધારો કરવાની માંગ કરી છે

એએસઆઈ ને 4200,કોન્સ્ટેબલ ને 2800 અને હેડ કોન્સ્ટેબલ ને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરી છે અને પોલીસ કર્મીઓને આવતા વધામાં પણ વધારો કરવામાં માં આવે તેવી પણ માંગણી કરી છે. પોલીસ કર્મીઓ આ આંદોલન સોશિયલ મીડિયામાં કરી રહ્યા.ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈશુંદાન ગઢવી એ પોલીસ કર્મીઓ ને સમર્થન આપ્યું હતું

આમ આદમી પાર્ટીના નેતા એ જણાવ્યું કે આ એક ડિપાર્ટમેન્ટ એવો છે કે ક્યારે કામની કલાકો ગણાતી નથી.અને રાત દિવસ પ્રજાની સુરક્ષા કરે છે. આ ડિપાર્ટમેન્ટ આંદોલન પણ કરી શકતા નથી.આ પોલીસ કર્મીઓને ન્યાય આપો એમની માંગણી સ્વીકારવામાં આવે એવી મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરું છું. સરકારે આ પોલીસ કર્મીઓના પરિવાર બાબતે પણ વિચારવું જોઈએ.આ પોલીસ કર્મીઓ ની માગણીમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે એવી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરું છું.

વધુ જણાવતા કહ્યું કે પોલીસ કર્મીઓ ને કામ માટે ફિક્સ કલાક નક્કી કરો. અત્યારે દરેક ખાનગી કંપની પણ આઠ કલાક જ કામ કરાવે છે.

સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચ્યું
રાજ્ય પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે લડતનાં મંડાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધી સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી ગયું છે. ગઈકાલે પોલીસનો ગ્રેડ-પે વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી છે. જેણે સચિવાલય ખાતે પોતાની નોકરીની પૂરી કરી પ્રતિબંધિત એરિયામાં ધરણા કર્યા હતા. અને પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાદમાં ઉચ્ચ કક્ષાએથી આદેશો મળતા મને કમને પણ ફરજના ભાગરૂપે હાર્દિકની અટકાયત કરી એલસીબી કચેરી લઈ જવાયો હતો. જેનાં પગલે પોલીસના ધાડેધાડાં એલસીબી કચેરી ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતિ દેખાતાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એલસીબી કચેરી ખાતે પહોંચી જવા માટે આદેશો પણ વહેતા કરવામાં આવ્યા હતા. જે બાદ હાર્દિકને છોડી મુકવામાં આવ્યો હતો.

પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની વાત
પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાં મળતો પોલીસનો ગ્રેડ પે 4200 જ્યારે પગાર 9 હજાર 300થી 34 હજાર 800 છે. ગુજરાત રાજ્યમાં મળતો ગ્રેડ પે 1800 અને પગાર 5200થી 20 હજાર 200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3600નો ગ્રેડ-પે થાય છે. ASIનો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, અંગ્રેજોના સમયથી રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.

પોલીસ કર્મચારીઓના પરિવારજનો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા
વર્ષોથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે સવારથી પોલીસ કર્મચારીઓના પરિવારજનો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે. જેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ ચૂકી છે. જ્યાં પોલીસ કર્મચારીઓ પણ ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે. સાથો સાથ મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જાણવા મળ્યા મુજબ રાજયના અન્ય શહેરોમાંથી પણ પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.