ખાલી ખોટી શુકામ હળી કરો છો? / જુઓ શાંતિથી ઉભેલા ખૂટીયાની હળી કરવી આ ભાભાને મોંઘી પડી ગઈ : જોઈલો વિડીયો

અજબ ગજબ

ઘણી વખત વ્યક્તિ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપે છે. હાલ એવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. આમાં એક દાદા કંઈક એવું જ કામ કરે છે, જે પછી તેમને જીવનભરનો પાઠ મળે છે.

વાસ્તવમાં, દાદા કોઈપણ કારણ વગર જ ખૂટીયાને લાકડી વડે મારે છે. ખૂટીયાને લાકડી મારવી તે દાદાને ભારે પડે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આખલો એક ખૂણામાં ખૂબ જ શાંતિથી ઊભો છે. આ દરમિયાન ત્યાંથી એક દાદા લાકડી લઈને પસાર થઈ રહ્યા છે.

તે દાદા ચાલતા ચાલતા અચાનક જ તેમના હાથમાં રહેલી લાકડી વડે ખૂટીયાને મારે છે. ખૂટીયાને લાકડી મળતા જ ખૂટીયા ગુસ્સે થઈ જાય છે. આ પછી, ખૂટીયો તરત જ તે દાદા તરફ વળે છે અને તેને તેના શિંગડા વડે ઊંચકીને દાદાને જમીન પર પછાડે છે.

આ રમુજી વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેણે એક ફની કેપ્શન પણ આપ્યું – ‘ઇન્સ્ટન્ટ કર્મ’. આ વિડીઓ ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તેને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો જોઈને કોમેન્ટ કરી કે, ‘આપણે જ પોતાના દુશ્મનો બનાવીએ છીએ.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.