રાજકારણ ગરમાયુ / ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને AAPના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે બેઠક યોજાઈ, જાણો શું ચર્ચા થઇ?

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક બાજુ કોંગ્રેસ સુરત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા અત્યારથી કોશિશો ચાલી કરી દીધી છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

નરેશ પટેલ અને AAP નેતા યુવરાજ સિંહ વચ્ચેની આ બેઠકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ અને યુવરાજસિંહ વચ્ચે કયા મુદ્દે બેઠક થઈ એ તો સમય દેખાડશે. પરંતુ યુવરાજસિંહે નરેશ પટેલને જણાવ્યું હતું કે યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે. તેઓ વિદ્યાર્થીઓ થકી સરકારમાં બેઠેલા લોકોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. બન્ને નેતાઓ વચ્ચે બેઠક થતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

નરેશ પટેલ સાથેની બેઠક અંગે યુવરાજસિંહ ગઈકાલે ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી જાણ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ સાથે મલાકાત કરી. નરેશ પટેલ સાથે સિસ્ટમમાં રહેલા દૂષણો દૂર કરવા અને શિક્ષિત યુવાનો સાથે થતા અન્યાય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું અને આગળની રણનીતિ તૈયાર કરી.

બીજી બાજુ કોગ્રેસના કિરીટ પટેલ, લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ આજે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું ત્રણેય નેતાઓ ફરી કોંગ્રેસમાં જોડાશે.

યુવરાજસિંહે નરેશ પટેલને સરકારમાં રજુઆત કરવા માટે લેખિતમાં પત્ર આપ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી ચાલી આવતી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા અને ગેરરિતી થવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં આપના સમાજના આપના વિસ્તારના નબળા અને મધ્યમ વર્ગના શિક્ષિત બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. તમે અથવા તમારી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારના ઉત્સાહી યુવાનોને નજીવા ટોકન અથવા મફત શિક્ષણ આપી તેને પગભર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

વધુમાં જણાવ્યું છે કે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સરકારની ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે અને સમાજનો નીચો વર્ગ હજુ પણ આ પરિસ્થિતિના કારણે નીચો જાય તો નવાઈ નહીં. પરંતુ સમાજના જાગરૂત આગેવાન તરીકે તમારી અને તમારા સમાજની ફરજ છે કે આ યુવાનોને થતા અન્યાય રોકવા અને તેઓને ન્યાય મળે તે માટે આપે આગળ આવવું પડશે. દરેક સરકારે રાજ્યમાં રહેલા સમાજોના વિકાસ અને ઉત્થાન માટે કાર્ય કરવાનું હોય છે.

પત્રમાં વધુમાં જણાવ્યું છે. આ પ્રકારના ભરતી કૌભાંડોના કારણે સમાજના નબળા અને મધ્યમ વર્ગને ખૂબ નુકસાન થાય છે. તમને અને તમારા સમાજને વિનંતી છે કે ,રાષ્ટ્રહિતમાં, યુવા હિતમાં આગળ આવી સરકાર સમક્ષ રજૂઆત કરી ઊર્જા ભરતીમાં થયેલી ગેરરિતીની તપાસ CBI દ્વારા થાય તેવી માગણી કરવા તમને વિનંતી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.