રાજકોટમાં ઉશ્કેરાયેલી ગાયે નિવૃત આર્મી ઓફિસરને શીંગડામાં ભરાવી ઊંધે માથે ફંગોળીયા, વિડિઓ જોઈને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં રખડતા ઢોરોનો આંતક અવાર નવાર સામે સામે આવતી જ રહે છે. જેના કારણે કેટલાય લોકોના ઘણી વાર મૃત્યુ નીપજતા હોય છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ શહેરમાં નિવૃત આર્મીમેનને રખડતી ગાયે શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા.

આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે ગંભીર રીતિ ઘાયલ થયેલા આર્મીમેનને તાત્કાલિક પણે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઈન-હેમરેજ થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, નવલસિંહ ઝાલા નામના નિવૃત આર્મીમેન રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રહે છે.

ત્યારે તેઓ રસ્તામાં ચાલીને જઈ રહ્યા હતા, આ દરમિયાન ઉશ્કેરાયેલી ગાયે તેમને અડફેટે લીધા હતા. જેને પગલે તેઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ સાથે જ અન્ય એક બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

આ પછી ગંભીર રીતે ઘાયલ થયેલા નવલસિંહને પરિવારજનો દ્વારા તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન-હેમરેજ થયાનું સામે આવ્યું છે.

આ એક વાર નહિ, પરંતુ આવી ઘટનાઓ અનેક વાર સામે આવી ચુકી છે. તેમજ રખડતા ઢોરોને કારણે કેટલાય લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. આવી ઘટનાઓને લઈને શહેરમાં મનપાની કામગીરી પર સવાલો પણ થઈ રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *