અરે બાપરે / સુરતમાં જન્મ દિવસની પાર્ટી માંથી પરત ફરી રહેલા મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત, જુઓ મળ્યું એવું દર્દનાક મોત કે જાણીને કાળજું કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ચલથાણ બલેશ્વર ગામ નજીક એક દુર્ઘટના સર્જાય હતી. વિસ્તારથી કહીએ તો એક સ્વિફ્ટ કાર મોપેડ થી ભરેલા એક કન્ટેનરમાં ઘૂસી જતાં ધડાકો સર્જાયો હતો, આ જોરદાર ધડાકા માં કાર ચાલક સહિત ૨ લોકોના મોતની ખબર સામે આવી રહી છે. આ દુર્ઘટના મધરાત્રે થઈ હોવાનું જાણવાં માં આવી રહ્યું છે.

કાર અથડાતા કન્ટેનર અને કારમાં ભીષણ આગ લાગી હતી, સંપૂર્ણ ઘટના ની જાણ થતાની સાથે ફાયર ફાઇટર તરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ને કાબૂમાં કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક અને અન્ય એક પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી, જેમાં એવું જાણવા મળી આવ્યું છે કે કાર ચાલક અને તેમના એક મિત્ર બંને લોકો બહાર જમવા ગયા હતા, અને બદનસીબે આવો બનાવ બન્યો હતો.

ફાયર કાફલા એ જણાવ્યા અનુસાર આ અકસ્માત મધ્યરાત્રિના લગભગ ૨ કલાકે સર્જાયો હતો, અને જેવી તેમને આ ઘટનાની જાણ થઈ, તેઓ એ ત્વરિત પગલાંઓ ભરી પોતાના બનતા પ્રયાસો કર્યા હતા. તેઓએ ઘટના સ્થળ પર પાણીનો મારો રાખી આગને કાબૂમાં કરી હતી, પરંતુ સળગી ચૂકેલા વાહનમાંથી તેમને ૨ યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ત્યારબાદ આગળની તપાસ હાથ ધરાય હતી.

પોલીસ ના જણાવ્યા અનુસાર કન્ટેનરમાં ટુ વિલર મોપેડ ભરેલા હતા. જ્યારે સ્વિફ્ટ કાર આ કન્ટેનર સાથે અથડાઈ ત્યારે તે કન્ટેનર ના ડીઝલ ટેન્ક સાથે અથડાઈ હતી અને ધડાકા સાથે બંને વાહનોએ આગ પકડી લીધી હતી.વધુમાં પોલીસે યુવાનોની ઓળખાણ આપતા જણાવ્યું હતું કે, કાર ચાલકનું નામ સોનુકુમાર સરોજ સિંઘ હતું, જ્યારે તેમના મિત્ર નું નામ સતીષ ઉર્ફે સતિયો બાબુ નાઈક હતું. કામરેજ પોલીસ દ્વારા તેમના પરિવારજનોને ઘટનાથી માહિતગાર કરી દેવામાં આવ્યા છે.

બંને મૃતકોના પરિવારમાં ખૂબ જ શોક નો માહોલ છે, સોનું પોતાના પરિવારનું ગુજરાન કાર ચલાવી કરતો હતો, પોતાના મિત્રનો જન્મદિવસ હોવાથી તેઓ બંને મિત્ર બહાર જમવા ગયા હોવાનું તેમના મોટાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.