રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક મોઘીદાટ કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસકર્મી અને 1 આરોપીનું રાજસ્થાનના જયપુર નજીક કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક મોઘીદાટ કારમાં સવાર આરોપી અને ગુજરાત પોલીસના ચાર કર્મીઓને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.
દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી તેમજ ૧ આરોપી સહિતના લોકોની માર્ગઅકસ્માતની જાણકારી મળી છે તે અત્યંત દુઃખદ છે.ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ૐ શાંતિ..!— Bhupendra Patel (@Bhupendrapbjp) February 15, 2022
આ દુર્ઘટનામાં ભોગ બનેલા કર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડનો ચારીની તપાસમાં પોલીસકર્મીઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તપાસ બાદ એક આરોપીને દબોચીને પરત ફરી રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે અકસ્માત થયો છે.
દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.
ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.🙏🏻
— Harsh Sanghavi (@sanghaviharsh) February 15, 2022
મહત્ત્વનું છે કે આ ઘટનામાં ભાવનગરમાં ફરજ બજાવી રહેલા ગુજરાત પોલીસના મૃતક કર્મીઓમાં ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન , કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!