નડિયાદના નાનકડા એવા મહુધામાં લગ્નેત્તર સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. નડિયાદનાં મહુધામાં પરિણીત પ્રેમી જોડું મજા માણવા ઓરડીમાં ઘૂસ્યું પણ, ત્યાં અચાનક પરિવાર આવી ચઢ્યો હતો અને બંનેને રૂમમાં પૂરી દીધાં હતા.
મહુધાના શંકરપુરા ગામનો આ બનાવ હતો. જ્યાં મહેમદાવાદના સમસપુરની મહિલાના લગ્ન શંકરપુરાના યુવક સાથે થયા હતા. યુવક પોતાના જ ગામમાં મિતેશ નામના યુવક પાસે વેલ્ડરનુ કામ કરતો હતો. ત્યારે મિતેશને યુવકની પત્ની પર દિલ આવી ગયુ હતુ અને તેણે તેને ફોન કરીને પ્રેમનો એકરાર કર્યો હતો. આ વાત યુવક જાણી જતા તેને મિતેશને ઠપકો આપ્યો હતો અને નોકરી છોડી દીધી હતી. પરંતુ આ દરમિયાન તેનો દીકરો માંદો પડ્યો હતો, જેથી તેણે મિતેશ પાસેથી પોતાના બાકીના પગારની માંગણી કરી હતી. મિતેશ યુવકની પત્ની સાથે સંપર્ક વધારવા જાતે જ હોસ્પિટલમાં આવવાના બહાના કર્યા હતા. આ દરમિયાન મિતેશ અને યુવકની પત્ની વચ્ચે પ્રેમ બંધાયો હતો.
આ વાતની જાણ યુવકને થતા તેના અને પત્ની વચ્ચે મતભેદ થયા હતા. જેના બાદ તેની પત્ની પિયર જતી રહી હતી. પરંતુ પરિવારના લોકોને કારણે બંને વચ્ચે સમાધાન થયુ હતુ. પત્ની પિયર આવે તે પહેલા જ તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઈ હતી.
આ દરમિયાન યુવકને માહિતી મળી હતી કે, તેની પત્ની લોકેશને મળવા તેના ખેતરે ગઈ છે. તો યુવક બંનેના પરિવારોને લઈને ત્યા પહોંચી ગયો હતો. તેઓએ રૂમને બહારથી લોક કરી દીધુ હતુ, આણ પરિણીતાના પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો. હોબાળો થતા મોટી સંખ્યામાં ગામ લોકો પણ એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા મહુધા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જેઓએ પ્રેમી પંખીડાને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!