વાહ ગુજરાત સરકાર વાહ / હવે લાંચિયા અધિકારીઓની ખેર નહિ: ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારી સાથે એવું કર્યું કે…

ગુજરાત ટોપ ન્યૂઝ

હવે લાંચિયા અધિકારીઓની ખેર નહિ: ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારી સાથે એવું કર્યું કે હવે બીજા અધિકારી લાંચ લેતા પેહલા 100 વાર વિચારશે

રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ સંલગ્ન અલગ અલગ વિભાગો પર એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ પણ ગોઠવવામાં આવતા હોય છે. આ ટ્રેપમાં અનેક અધિકારીઓ અને અનેક કર્મચારીઓથી માંડીને વચેટિયાઓ પણ વારંવાર ઝડપાતા રહે છે. જો કે આ વખતે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં હાઇકોર્ટનાં એક વકીલ દ્વારા મહેસુલ વિભાગની પોલ ખોલવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા વકીલે સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેક્ટર કે.કે શાહ અને કર્મચારી પંકજ શાહ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા માટે કરેલી અપીલનાં પગલે અમદાવાદ હાઇકોર્ટમાં વકીલે સમગ્ર મામલે સ્ટિંગ કર્યું હતું.

અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમા થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે. હાઈકોર્ટ વકીલના આરોપો બાદ રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઑના ક્લાસ લીધા હતા. તેમજ મોટી કાર્યવાહીના ભાગરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ કરી સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરવા ઓર્ડર આપી દીધા હતા.

શું હતો આરોપ?
અમદાવાદ ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો લાગ્યા છે. વકીલો પાસે જ સરકારી બાબૂઓ લાંચ માંગી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી બાબુની લાંચ માંગતી એક ઓડિયો ક્લીપ સામે આવી છે. સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના અધિકારી પર છે ભ્રષ્ટાચારનો આરોપ, 1200 મકાનોની સોસાયટીમાં 1800 દસ્તાવેજ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એક દસ્તાવેજ ના 4 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર કે કે શાહ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. 1800 દસ્તાવેજના 4 હજાર પ્રમાણે 72 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ પોલીટેક્નિક રેજિસ્ટ્રાર કચેરીએ પહોચ્યા હતા. અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભામાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. રાજ્યના મહેલૂસ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાતતપાસ કરી હતી. કચેરીના હાજર સ્ટાફને કડક ચેતવણી પણ આપી હતી. વકીલ દિપેન દવેએ મીડિયા સમક્ષ ફરિયાદો કરી હતી. દરેક કામ માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ હતી.

મારે પણ દસ્તાવેજની નોંધણી કરાવાની હોય છે. એક બે સોસાયટીના દસ્તાવેજ સામટા કરાવવાના હોય છે. હું એમની સાથે એ બાબતે વાતચીતમાં ગયેલો ત્યારે એમના મળતીયા દ્વારા એક દસ્તાવેજના 7000 રૂપિયા લેખે માગણી કરેલી જ્યારે એમને મે કીધું કે મારી પાસે 1800 દસ્તાવેજ છે. તે બાદ તે મળતીયા સાહેબ પાસે ગયેલા અને સાહેબે પણ ઈશારાથી વાત કરેલી કે 1 દસ્તાવેજના 4000માં કામ પતી જશે. આવી રીતે મારી પાસે લાંચની માંગ કરી હતી.

ત્યારે બાદ સમગ્ર ઘટનાનું મે જે રેકોર્ડીંગ કરેલું હતું તે અને ટ્રાનસ્ક્રિપ્ટ ફરિયાદ સ્વરૂપે મે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોકલેલું. તે બાદ કાર્યવાહીના ભાગ રૂપે મહેસૂલ મંત્રીએ તાત્કાલિકના ધોરણે અધિકારીને વિલંબિત કરવાની કાર્યવાહી કરી છે. મહેસૂલ મંત્રી જાહેરમાં કહી ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઑના સબૂત સાથે મને જાણ કરો હાઈકોર્ટ વકીલે આવી રીતે મંત્રીને જાણ કરી હતી જે બાદ ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેમ્પ ડ્યુટી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કાર્યવાહીના ભાગ રૂપે સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે.

ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શરૂ છે. આ ઉપરાંત માત્ર કાર્યવાહી કરીને સંતોષ નહી માનતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતે જ તપાસ કરવા માટે મહેસુલ કચેરી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સીધી જ વાત કરી હતી. કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહી ચલાવી લેવાય તેવું પણ જણાવ્યું હતું. જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ થશે જ પરંતુ તમે પણ કોઇ વ્હેમમાં નહી રહેતા. આવું કહીને તેમણે સ્થળ પર જ ઓફીસનાં એકે એક કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા. જનતાનું કામ કરવા બેઠા છો અને તેનું પુરતુ મહેનતાણું તમને મળે છે. માટે નિષ્ઠાથી કામ કરો. જે નિષ્ઠાથી કામ કરે છે તેની પાછળ સરકાર ઉભી છે. ભ્રષ્ટાચારીઓને નહી છોડવામાં આવે તેવું પણ જણાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.