આવા હરામખોરો થી સાવધાન / સુરતની ગલીઓમાં ફરતા તમિલનાડુના ચોરોની ગેંગની આવી અનોખી ટ્રીક જાણીને મગજ ચકરાઈ જશે

સુરત

ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી કિંમતી સામાનની ચોરી કરતી તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના 2 સાગરિતોને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પકડી પાડ્યા છે. પુણા અને સચીન પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં મોબાઇલ સહિત કિંમતી સામાનોની વહેલી સવારે ચોરી થઈ હતી. ત્યારે પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂ 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંધ અને દિવ્યાંગનો વેશ કરીને આવતા ચોર
સુરતના વિવિધ વિસ્તારોમાં અંધ, ભિખારી અને ગાંડાનો વેશ ધારણ કરી વહેલી સવારે ખુલ્લા ઘરોને નિશાન બનાવી ચોરી કરવાની ઘટના વધી ગઈ હતી. એક પછી એક આ રીતની ચોરીઓની ઘટનાઓ વધતા સુરત પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. આ ગેંગને પકડવા પોલીસ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, આ જ રીતે ચોરી કરનાર ગેંગ સુરત પર્વત પાટિયા કેનાલ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તમિલનાડુની ગેંગ ગુજરાતમાં ચોરી કરતી
પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ મુનીશાલી વઢી અને રવિચંદ્રન વઢી જણાવ્યું હતું. તેઓ મૂળ તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના સાગરીત હોવાનો પણ ખુલાસો થયો. તથા તેઓની અલગ અલગ ટીમો વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ગાંડા, અંધ અને ભિખારી બની ફરતી હતી. જ્યાં પણ ખુલ્લું ઘર મળે કે તરત જ હાથ ફેરો કરી ભાગી છુટતા હતા. આ જ રીતે તેમની ગેંગે જામનગર માં પણ હાથફેરો કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.

આ ગેંગને પકડવા પોલીસ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, આ જ રીતે ચોરી કરનાર ગેંગ સુરત પર્વત પાટિયા કેનાલ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના સાગરીત હોવાનો પણ ખુલાસો થયો. તથા તેઓની અલગ અલગ ટીમો વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ગાંડા, અંધ અને ભિખારી બની ફરતી હતી. જ્યાં પણ ખુલ્લું ઘર મળે કે તરત જ હાથ ફેરો કરી ભાગી છુટતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.