લવ, સેક્સ ઔખ ધોખા…. આ ત્રણેય વસ્તુ સાથે આવે છે ત્યારે માણસ બરબાદ થઈ જાય છે. અમદાવાદના એક વેપારીને પણ તેનો કડવો અનુભવ થયો. સોશિયલ મીડિયા પર વેપારીને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો, અને વેપારીને આ પ્રેમ સંબંધમાં 5 લાખ પડ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાતા દરેક લોકો માટે લાલબત્તી સમાન છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા બિઝનેસમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમની સાથે હની ટ્રેપની ઘટના બની હતી. તેઓ પોતાના ભાઈ સાથે મળીને ડેરીની ફ્રેન્ચાઈઝી ચલાવે છે. બે મહિના પહેલા બિઝનેસમેનના ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ મોકલ્યો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પછી નિયમિત વોટ્સએપ અને વીડિયો કેલ થવા લાગ્યા હતા.
બંનેએ એકાંત માણવાનું નક્કી કર્યુ હતું. તેથી યુવતીએ બિઝનેસમેનને ગાંધીનગર વાવોલ ખાતે બોલાવ્યો હતો. બંનેએ ગાંધીનગરના સ્વર્ણિમ પેરેડાઈઝના ધાબા પર બોલાવ્યો હતો. બિઝનેસમેન યુવતીને મળવા માટે ફ્લેટમાં ગયો હતો. આ મુલાકાત અડધા કલાક સુધી થઈ હતી. તેના બાદ બંને વચ્ચે સંપર્ક સતત વધવા લાગ્યો હતો.
આ ઘટનાના 10 દિવસ બાદ બિઝનેસમેન અને યુવતી ફરી એ જ ફ્લેટમાં મળ્યા હતા. લગભગ બે કલાક સુધી તેઓ રૂમમાં રહ્યા હતા. આ સમયે બહારથી કોઈએ ડોરબેલ વગાડી હતી, જેથી યુવતીએ બિઝનેસમેનને ક્યાંક છુપાઈ જવા કહ્યુ હતું. ઘરમા આવેી ચઢેલા કેટલાક શખ્સોએ બિઝનેસમેનને યુવતી સાથે સંબંધોને લઈને ધમકાવ્યો હતો. એટલુ જ નહિ, તેમની ધમકી આપીને પોલીસ કેસ કરવાની માંગ કરી હતી. યુવકોએ બિઝનેસમેન પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. પરંતુ ડરી ગયેલા બિઝનેસમેને 2 લાખ રૂપિયા આપીને વાત પતાવવાનુ કહ્યુ હતું.
તેમણે બિઝનેસમેનને એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં નહી છોડવાની ધમકી આપી હતી. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ. નોંધાવી હતી. પોલીસ પહોચે તે પહેલા યુવતી અને નકલી પોલીસ ફરાર થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!