અરરર / સંસ્કારી નગરી વડોદરામાં રોમીયોએ 2 વિદ્યાર્થિનીને રસ્તામાં પોર્ન કલીપ બતાવીને હવસ ઉતારી, પછી વિડિઓ કલીપ ઉતારીને કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ વડોદરા

સંસ્કારી નગરીના ઉપનામ ધરાવતા શહેર વડોદરામાં લાંછનરૂપ ઘટના બની છે. મ.સ. યુનિ.ની હોસ્ટેલમાં રહેતી 2 વિદ્યાર્થિની સેફ્રોન કોમ્પ્લેક્સ તરફના રોડ પર પગપાળા જઇ રહી હતી, ત્યારે બાઇક પર આવેલા 2 રોમિયોએ મોબાઇલમાં પોર્ન ક્લિપ બતાવી છેડતી કરી હતી.

ડઘાઈ ગયેલી યુવતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી ત્યારે પોલીસે કહ્યું, આ રોડ પર સીસીટીવી નથી, એટલે કાયર્વાહી નહીં થાય, મેટર બંધ કરવી પડશે. રોમિયોની છેડતી અને પોલીસના ઉદ્ધત જવાબથી આઘાત પામેલી વિદ્યાર્થિનીઓ આખરે પરત ફરી હતી. વિદ્યાર્થિનીઓને રસ્તામાં આંતરી પરેશાન કરાય છેહોસ્ટેલ બહાર અસામાજિક તત્ત્વોની હેરાનગતિ વધી રહી છે.

હોસ્ટેલમાંથી કામ અર્થે બહાર નીકળી વિદ્યાર્થિનીઓને રસ્તામાં આંતરી હેરાન કરાય છે. ઘણીવાર તારો ભાવ શું છે તેમ કહી બિભત્સ ટીપ્પણી કરાય છે તો ઘણીવાર મોબાઇલ ફોન પર અશ્લીલ ક્લિપ બતાવીને સતામણી કરાઇ રહી છે. એક પછી એક 2 દિવસમાં છેડતીનો ભોગ બનેલી યુવતીઓએ તાજેતરમાં આપવીતીની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા ઘણી યુવતીઓએ અમારી સાથે પણ આવું બન્યું હોવાનું કહ્યું હતું.

1પોલીસ સ્ટેશન ગયાં તો ગુટકા ચાવતા પોલીસ કર્મીએ કહ્યું,જાતની સુરક્ષા નથી કરી શકતા.હું મ.સ.યુનિ.ની હોસ્ટેલમાં રહું છું. 19 જૂને સાંજે મારી સહેલી સાથે ચાલતાં જમવા માટે નજીકની રેસ્ટોરાંમાં જઇ રહી હતી. ત્યારે યુવક અમારી બાજુમાં આવીને કંઇક બોલ્યો હતો, જેને અવગણીને અમે આગળ ચાલવા લાગ્યાં હતાં.

જોકે યુવકે ફરી અમારી પાસે આવીને તેના મોબાઇલમાં પોર્ન વીડિયો ચાલુ કરીને અમને બતાવવા લાગ્યો હતો. મેં તેને આંખ બતાવી જતાં રહેવા કહ્યું હતું. પરંતુ તે ત્યાં જ ઊભો રહ્યો હતો. એટલે અમે ચાલવા માંડ્યાં, ફરી તે આવીને વીડિયો જોવાની ફરજ પાડવા લાગ્યો હતો. જેથી મારી સહેલીએ મોબાઇલમાં યુવકનો ફોટો પાડવાનો પ્રયાસ કરતાં ભાગી ગયો હતો.

નજીકમાં ઊભેલા પોલીસ કર્મચારીઓ પાસે જઇ ઘટના અંગે જાણ કરી તો રિક્શામાં બેસાડીને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં હાજર પોલીસ કર્મીએ ગુટકા ચાવતાં ચાવતાં કહ્યં કે, તમારી છોકરીઓને આ જ તકલીફ છે, તમારી જાતની સુરક્ષા ખુદ કરી શકતાં નથી. જેથી મેં કહ્યું કે એટલે જ અમે ફરિયાદ કરવા આવ્યાં છીએ. અમારી અરજી લઇ અેક દિવસ બાદ બોલાવી અમને કહેવાયું હતું કે, અે વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી કાયર્વાહી નહીં થઇ શકે.

2 રોમિયો સરનામું પૂછવાને બહાને ઊભો રહ્યો ને પોર્ન ક્લિપ બતાવવા લાગ્યોહું અને મારી મિત્ર 20 જૂને બપોરે બીબીએ ફેકલ્ટીમાં કામ અર્થે જઇ રહ્યાં હતાં. ત્યારે 30થી 32 વર્ષનો યુવક બાઇક પર અમારી પાસે આવીને ઊભો રહ્યો હતો. યુવકે સમા વિસ્તાર કહા પે હૈ તેમ પૂછતાં અમે ખબર નથી તેમ કહી ચાલવા માંડ્યું હતું.

ત્યારે ફરી યુવક આવ્યો અને તેના મોબાઇલ ફોનમાં પોર્ન ક્લિપ ચાલુ કરી અમને બતાવીને પૂછ્યું હતું કે, આ ખબર છે શું છે, જેથી હું અને મારી મિત્ર ત્યાંથી ભાગ્યાં હતાં. ત્યારબાદ અમે ફરિયાદ કરવા ફતેગંજ પોલીસ સ્ટેશન જતાં ‘રોડની કઇ બાજુ ચાલતાં હતાં’ એવા અટપટા સવાલો પૂછી સયાજીગંજ મોકલી આપ્યા હતા. ત્યાં ગયાં તો ફરી એજ રામાયણ થઇ, આખરે શી ટીમ સાથે અમને ફતેગંજ પોલીસ સ્ટેશન મોકલતાં અરજી આપી હતી.

થોડા દિવસ બાદ પોલીસે બોલાવી કહ્યું હતું કે, સીસીટીવીમાં યુવક દેખાતો નથી, તમે નિવેદન લખાવી દો, અમે તપાસ બંધ કરીએ ફરિયાદ કરવાનું કહેતાં યુવતીઓએ જ ઇનકાર કર્યોજે જગ્યાએ ઘટના બની હોવાનું કહે છે ત્યાં સીસીટીવી કેમેરા નથી એલે આરોપી પકડાયા નથી.ફરિયાદ કરવાનું કહેતાં યુવતીઓએ જ ઇનકાર કર્યો હતો. તેમની સાથે ગેરવર્તણૂક થઇ નથી, ગેરસમજ થઇ હતી. – આર. જી. જાડેજા, પીઆઇ, સયાજીગંજ

ફરિયાદો મળતાં પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે યુવતીઓની ફરિયાદો મળી રહી છે. જેથી દરેક શી ટીમને સૂચના અપાઇ છે કે તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવું અને રખડતા રોમિયોની અટકાયત કરવી. -એ.આર.બોરિયાવા, પીઆઇ, શી ટીમ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *