આ છે સુરતના બિલ્ડર લવજીભાઈ બાદશાહનું રોયલ લેવીશ ફાર્મ હાઉસ, કિંમત અને ફોટા જોઈને મોટા મોટા રિસોર્ટ ભૂલી જશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી.

રોજીરોટી કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું. ચાર વર્ષ હીરા ઘસ્યા બાદ નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. બાદમાં અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો. ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

લવજીભાઈએ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી. દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચે છે. આજે લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.

‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ બાદશાહે સુરત નજીક આવેલું પોતાનું ફાર્મહાઉસ પણ આકર્ષક રીતે તૈયાર કર્યું છે. તાપી કિનારે અબ્રામા વિસ્તારમાં આવેલા આ ફાર્મ હાઉસની અવાર-નવાર સંતો અને સેલિબ્રિટી મુલાકાત લે છે.

આકર્ષક ડિઝાઈન અને ગ્રીનરી વચ્ચે ફેલાયેલા લવજીભાઈ બાદશાહના ગોપીન ફાર્મહાઉસમાં તમામ પ્રકારની મોર્ડન સુવિધાઓ પણ સામેલ છે. લવજીભાઈ પોતાના ફાર્મનો એક વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આ ફાર્મ હિરેન પટેલ આર્કિટેચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને તે અમદાવાદ ની કંપની છે જે 1985 થી ડિઝાઇનિંગ,ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, આર્કિટેચ અને ગ્રીન બિલ્ડીંગ ના કામ કરે છે

મોટો સ્વિમિંગ પુલ આજુ બાજુ માં બેસવા માટે ની વ્યવસ્થા સાથે આ ફાર્મ ની રોનક સ્વિમિંગ પુલ આપે છે

આ ફાર્મ માં ગ્રીનરી પર ખુબ ભાર આપવા માં આવ્યો છે અને તેના થી જ ફાર્મ નો ઉઠાવ વધે છે નવા નવા ફૂલો અને ઝાડ થી આ ફાર્મ ને શણગારવા માં આવ્યું છે

ઉપર ના ફોટો માં દેખાઈ છે તેમ ઈમ્પોર્ટેડ ઝુમ્મર અને ઈમ્પોર્ટેડ લાઈટ થી વોલ્ક વે ને શણગાર આપવા માં આવ્યો છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.