નશાની હાલતમાં યુવકે પોતે પોલીસમાં હોવાનું કહી રહ્યો હતો
સુરતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતા શખ્સનો વધુ એક વીડિયો વાઇરલ થતા પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. વેસુમાખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈ લોકોને ડરાવતો ઈસમ પોતાને સુરત પોલીસનો કર્મચારી કહેતા લોકોમાં ઉભરાતો ગુસ્સો પી જવા મજબૂર બન્યા હતા. જોકે વાઇરલ વીડિયોમાં નશામાં ચૂર ઈસમની હરકતો બાદ અનેક પ્રશ્નો ઉભા થયા હતા.બીજી તરફ કોસંબામાં પીધેલા આધેડે રસ્તામાં ડ્રામા સર્જ્યો હતો.જે વીડિયો પણ વાઈરલ થયો છે.
સ્થાનિકોએ વીડિયો બનાવ્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ખબર નહિ નશાની હાલતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતો ઈસમ પોલીસમાં છે કે, નહીં પણ લોકો ગુસ્સામાં ચોક્કસ હતા. જોકે પોલીસ હોવાનું કહેતા કોઈએ કાયદો હાથમાં ન લીધો પણ વીડિયો બનાવી વાઇરલ કર્યો કે ,આ બાબતે પોલીસ કોઈ કામ કરે ને આવા લોકોને પાંજરે પૂરે તે જરૂરી છે.
લોકોને ડરાવવા પ્રયાસ
નશામાં ચૂર ઈસમનો રૂઆબ એટલો હતો કે, જાણે પોતે જ ભાઈ હોય. કોઈને પણ મારી શકે છે. વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હતો. જોકે લોકો એલર્ટ હતા. એટલું જ નહીં પણ જો કોઈને જરા પણ નુકશાન કર્યું હોત તો એની ધુલાઈ પાક્કી હતી. લગભગ 10 મિનિટથી વધુ આ તમાશો ચાલ્યો પછી લોકો પણ કંટાળી પોત પોતાના કામે ચાલ્યા ગયા હતા.
કોસંબામાં પીધેલે ધમાલ મચાવી
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીધેલા આધેડે ધમાલ મચાવી હતી. આધેડે દારૂનો નશો કરી લેતા શરીરનું સંતુલન ગુમાવ્યું હતું. જેથી આધેડ કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર નવાપરા નજીક આધેડનો લથડીયા ખાતા હતાં. રસ્તા પર પડેલા આધેડને સ્થાનિકોએ ઉઠાવીને બાજુમાં લઈ ગયા હતાં. સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!